સ્ટાર્ટઅપ્સને નવા વિચારો અને નવીનતા અપનાવતી વખતે સમાજ અને દેશની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવી જોઇએ : કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ
અમદાવાદમાં વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલના બીજા સંસ્કરણને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ વિકસિત ભારતના વિઝનને પ્રાપ્ત કરવામાં સ્ટાર્ટઅપ્સની મુખ્ય ભૂમિકા પર ભાર મૂક્યો હતો. શ્રી ગોયલે દેશમાં સ્ટાર્ટ-અપ્સને ટેકો આપવા માટે મોદી સરકાર દ્વારા લેવામાં આવેલી ‘ફંડ ઓફ ફંડ્સ’ જેવી અનેક પહેલો પર પ્રકાશ પાડ્યો હતો.વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ પહેલની પ્રશંસા કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, આવા કાર્યક્રમો રાષ્ટ્ર માટે એક ઉદાહરણ સ્થાપિત કરે છે અને દેશમાં સમૃદ્ધ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે દેશભરમાં તેનું પુનરાવર્તન કરવાની જરૂર છે. ગુજરાતમાં ઉદ્યોગસાહસિક ભાવના અને સ્ટાર્ટઅપ નેટવર્કના વિસ્તરણમાં યુવાનોને રોજગારી પૂરી પાડવા અને સામાજિક સમસ્યાઓના નવીન ઉકેલો શોધવામાં સ્ટાર્ટઅપ્સના યોગદાન પર તેમણે ભાર મૂક્યો હતો. શ્રી ગોયલે દેશમાં સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે રોકાણકારો અને માર્ગદર્શકોને સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ કરવા વિનંતી પણ કરી હતી.
16 જાન્યુઆરી 2016, લગભગ 9 વર્ષ પહેલાં, જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ સ્ટાર્ટ અપ શરૂ કર્યું. હું ખરેખર કલ્પના પણ નહોતી કરી શકતો કે સ્ટાર્ટઅપ્સની દુનિયા આટલા મોટા પાયે આખા દેશમાં પહોંચશે. પરંતુ હવે એકલા વેજલપુરમાં આટલો મોટો કાર્યક્રમ યોજાયો તે ઉત્સાહ પેદા કરે છે અને આટલા બધા લોકોને સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં જોડાવા માટે પ્રોત્સાહિત થયા એ ખરેખર મારી કલ્પનાની બહાર છે.
ગૃહ મંત્રી શ્રી અમિત શાહની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું હતું કે, આવા નેતાઓ જેમણે દેશની એકતા અને અખંડિતતા માટે શક્ય તેટલા બધા પ્રયત્નો અને શક્ય તેટલા બધા કામ કર્યા છે. તેમણે આજે નરેન્દ્ર મોદીના સૌથી વિશ્વસનીય ભાગીદાર તરીકે સમગ્ર વિશ્વમાં ભારત માટે આદર પેદા કર્યો છે. કલમ 370 નાબૂદ કરીને કાશ્મીરને વાસ્તવિકતામાં પહેલી વાર ભારત સાથે જોડ્યો છે. 31 માર્ચ, 2026 સુધીમાં નક્સલવાદ સમાપ્ત કરવાનું વચન આપ્યુ છે.
મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, મારું માનવું છે કે, જો દરેક ધારાસભ્ય સ્ટાર્ટઅપને ગંભીરતાથી લેશે જેટલી શ્રી અમિત ઠાકરે લીધી છે, તો આપણે આપણા સ્ટાર્ટ અપને વૈશ્વિક સ્તરે પ્રગટ કરી શકીશું. અમે તમારા સ્ટાર્ટ અપને વૈશ્વિક સ્તરે સ્થાન આપી શકીશું. આજે આપણી પાસે 118 યુનિકોર્ન છે. પરંતુ અમારું લક્ષ્ય તેને 5000 યુનિકોર્ન સુધી લઇ જવાનો છે.
ગુજરાતના સાહસી પ્રજાની પ્રસંશા કરતા તેમએ ઉમેર્યુ કે આજે, દરેક વ્યક્તિ સિવિલ સર્વિસીસ કે નોકરી માટે દોડતો નથી. નોકરી શોધનારાઓ નોકરી સર્જકો બન્યા છે અને લોકો પોતાનું ભાગ્ય પોતે ઘડે છે. દુનિયાનો ભાગ્યે જ કોઈ ખૂણો એવો હશે, જ્યાં કોઈ ગુજરાતી કોઈ ઉદ્યોગપતિ, નવા વિચાર સાથે ન પહોંચ્યો હોય. હવે તો તમે અવકાશમાં પણ ગુજરાતનું નામ રોશન કર્યું છે. જુલાસણ ગામથી આવતા સુનિતા વિલિયમ્સ સ્પેસ સ્ટેશન ગયા અને તે નવ મહિના ત્યાં રહ્યા. ગુજરાત એવું રાજ્ય છે, જે સૌ પ્રથમ 100ટકા વિકાસ કરે, જે સૌ પ્રથમ વિકાસને પ્રસિદ્ધિ આપે, આજે ગુજરાતનું વિકાસ મોડેલ સમગ્ર દેશ માટે વિકાસનું મોડેલ બની ગયું છે. આજે મોટા ભાગના વિકાસશીલ દેશો ભારતીય મોડેલ અપનાવવા માંગે છે.
સ્વાભાવિક રીતે તમને ડિજિટલ ઇન્ડિયાની મોટી પહેલ યાદ હશે. જે પ્રધાનમંત્રી મોદીજી દ્વારા શરૂ કરવામાં આવી હતી, તે જ શ્રેણીમાં 2016માં સ્ટાર્ટ અપ ઇન્ડિયા શરૂ કરવામાં આવી હતી. આપણે વિકાસ અને નવીનતાને સમગ્ર વિશ્વ સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. પ્રધાનમંત્રીએ વિશ્વના સૌથી મોટા આરોગ્ય કાર્યક્રમ આયુષ્માન ભારતનો પ્રારંભ કરવાની હિંમત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને વિશ્વના અનેક દેશોએ તેમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કર્યું છે કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે 21 આંતરરાષ્ટ્રીય પુરસ્કારો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટાર્ટ-અપ્સની દુનિયા સાથે, કન્ટેન્ટ સર્જકો સાથે, બ્રોડકાસ્ટર્સ અને યુટ્યુબર્સ સાથે, નવીનતાની દુનિયા સાથેનું જોડાણ કરી યુવાનોને પ્રોત્સાહિત કરી રહ્યાં છે. બાળકો, વિદ્યાર્થીઓ સાથે તેમને સંબંધ અનોખો છે.
“ફંડ ઓફ ફંડ્સ” વિશે વાત કરતા મંત્રીશ્રીએ કહ્યું કે પહેલા 10,000 કરોડ રૂપિયાનું સંપૂર્ણ ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. હવે માનનીય પ્રધાનમંત્રી દ્વારા બજેટમાં બીજા ફંડ ઓફ ફંડની જાહેરાત કરવામાં આવી હતી, જેનો પહેલો હપ્તો હમણાં જ બજેટમાં પસાર થયો છે. વિભાગને પહેલો હપ્તો મળી ગયો છે અને આ ફંડ ઓફ ફંડ્સ દ્વારા અમે વધુ નવા સ્ટાર્ટસઅપને ટેકો આપી શકીશું. એન્જલ ટેક્સ પણ દૂર કરવામાં આવ્યો છે. ઘણા સ્ટાર્ટઅપ્સ ફરિયાદ કરતા હતા. અમે સ્ટાર્ટઅપ્સને રોકાણકારો સાથે જોડાવાની તક પૂરી પાડવા માટે ભાસ્કર પોર્ટલ શરૂ કર્યું. ભાસ્કર પોર્ટલમાં પણ ભંડોળ ઉપલબ્ધ છે. માર્ગદર્શન પણ છે. તમને નવા લોકોનો સાથ પણ મળશે. હું તમને બધાને વિનંતી કરીશ કે તમે ભાસ્કર પોર્ટલ સાથે જોડાઓ.વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 1,000 થી વધુ સ્ટાર્ટઅપ્સે ભાગ લીધો હતો.