ગુજરાત સરકારનો સંવેદનશીલ અભિગમ: રાજ્યના શહેરી ઘરવિહોણા ગરીબો માટે પાયાની સુવિધાઓ ધરાવતા 116 રેનબસેરા સ્થાપિત

Spread the love

 

 

 

પાયાની સુવિધાઓ ધરાવતા 116 રેનબસેરા સ્થાપિત
*
રાજ્ય સરકારે રેન બસેરા માટે ₹435.68 મંજૂર કર્યા છે, રેનબસેરાઓમાં દરરોજ 10 હજાર લોકો આશરો મેળવે છે
*
અમદાવાદ સહિત રાજ્યના 38 શહેરોમાં કાર્યરત છે રેન બસેરા
*

 

 

ગાંધીનગર,

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ હંમેશાં ઘરવિહોણા ગરીબોની ચિંતા કરી છે અને વિવિધ યોજનાઓના લાભો છેવાડાના માનવીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે. આ જ દિશામાં આગળ વધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા શહેરોમાં મજૂરીકામ માટે આવતા કે શહેરોની જ ફૂટપાથ પર સૂઈ રહેતા ઘરવિહોણા લોકો માટે માથે છતનો આધાર આપવા માટે રેનબસેરાઓ સ્થાપિત કરવામાં આવ્યા છે. હાલમાં રાજ્યના કુલ 38 શહેરોમાં 116 રેનબસેરાઓ કાર્યરત છે, જેમાં દરરોજ આશરે 10,000 ઘરવિહોણા લોકો આશ્રય લઈ રહ્યા છે.

21,426 લોકોના રહેવાની ક્ષમતા ધરાવે છે રેન બસેરા

રાજ્ય સરકારે ઘરવિહોણા શહેરીજનોને આશરો આપવા માટે રાજ્યના કુલ 38 શહેરોમાં અત્યારસુધીમાં કુલ 120 રેનબસેરાઓના (શેલ્ટર હોમ) નિર્માણને મંજૂરી આપી છે. રાજ્ય સરકાર દ્વારા આ 120 રેનબસેરાઓ માટે કુલ ₹435.68 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે, જેમાંથી કુલ ₹219 કરોડ સંબંધિત મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓને ફાળવી દેવામાં આવ્યા છે. આ શેલ્ટર હોમ 21,426 લોકોના રહેવા માટેની ક્ષમતા ધરાવે છે.
મંજૂર થયેલ 120 શેલ્ટર હોમમાંથી કુલ 87 શેલ્ટર હોમ કાર્યરત થઈ ચૂક્યા છે અને અન્ય બાંધકામના જુદા-જુદા તબક્કામાં છે. ઉપરાંત, સંબંધિત મહાનગરપાલિકાઓ તેમજ નગરપાલિકાઓમાં DAY-NULM અંતર્ગત જ્યાં સુધી શેલ્ટર હોમ ઉપલબ્ધ ન થાય, ત્યાં સુધી કુલ 29 કામચલાઉ શેલ્ટર હોમ કાર્યરત કરવામાં આવ્યા છે. આમ, રાજ્યના કુલ 38 શહેરોમાં હાલમાં 116 શેલ્ટર હોમ કાર્યરત છે અને આ કાર્યરત શેલ્ટર હોમમાં દરરોજ આશરે 10,000 ઘરવિહોણા લોકો આશ્રય લઈ રહ્યા છે.

રાજ્યમાં DAY-NULM અંતર્ગત કાયમી રીતે સ્થપાયેલ કુલ 87 શેલ્ટર હોમ તમામ પાયાની સુવિધાઓથી સજ્જ છે. આ શેલ્ટર હોમમાં રસોડા અને ડાઇનિંગની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ શેલ્ટર હોમમાં આવનાર આશ્રિતોને એક સમયનું (મોટે ભાગે રાત્રિના સમયે) જમવાનું સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વિના મૂલ્યે આપવામાં આવે છે.

રાજ્ય અને કેન્દ્ર સરકાર મળીને ઘરવિહોણા લોકોને આશરો આપે છે

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરો તથા નાના શહેરોમાં પણ ગામડાઓ સહિત ઘણા અંતરિયાળ સ્થળોએથી લોકો રોજગારી કે મજૂરીકામ માટે આવતા હોય છે અને તેમાંથી અનેક લોકો ઘરવિહોણા હોય છે, જેઓ ફૂટપાથ પર કે કોઈ અન્ય જાહેર સ્થળોએ રાત પસાર કરતા હોય છે. આવા ઘરવિહોણા લોકોને આશરો આપવા માટે જ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે મળીને ‘પંડિત દીનદયાલ અંત્યોદય યોજના–રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (DAY – NULM)’ હેઠળ ઘરવિહોણા લોકોને આશ્રય આપવાનું ભગીરથ કાર્ય કરી રહી છે.

કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતો મંત્રાલય દ્વારા સુવર્ણ જયંતી શહેરી રોજગાર યોજનાને પુનર્ગઠિત કરી દીનદયાલ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (DAY – NULM) તરીકે લાગુ કરવામાં આવી છે અને ગુજરાતમાં આ મિશનનું અમલીકરણ ‘ગુજરાત શહેરી આજીવીકા મિશન (GULM)’ દ્વારા કરવામાં આવી રહ્યું છે. GULM દ્વારા DAY – NULMના વિવિધ ઘટકો પૈકી ‘શહેરી ઘરવિહોણાઓ માટે આશ્રય સ્થાન’ (શેલ્ટર ફોર અર્બન હોમલેસ- SUH) ઘટકનું અમલીકરણ રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને ‘અ’ વર્ગની તેમજ જિલ્લા મુખ્ય મથકોની કુલ 30 નગરપાલિકાઓ સહિત કુલ 38 શહેરોમાં થઈ રહ્યું છે.

SUH ઘટકનો મુખ્ય ઉદ્દેશ શહેરી વિસ્તારના સૌથી ગરીબ ઘરવિહોણા લોકોને કાયમી એટલે કે 24×7 આશ્રય અને અન્ય તમામ પાયાની આવશ્યક સેવાઓ પૂરી પાડવાનો છે. તેના હેઠળ દર 1 લાખની શહેરી વસ્તીએ ઓછામાં ઓછાં 100 લોકો માટે શેલ્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવે છે.

રેન બસેરામાં કોઈપણ ઘરવિહોણી વ્યક્તિ આશરો લઈ શકે છે

રાજ્યમાં આવેલ રેનબસેરામાં કોઈ પણ ઘરવિહોણી વ્યક્તિ આશરો લઈ શકે છે. લાભાર્થી વ્યક્તિએ સૌપ્રથમ પોતાના વિસ્તારના રેનબસેરામાં જઈ નોંધણી કરાવવાની રહેશે અને ત્યારબાદ તે રેન બસેરામાં રાતવાસો કરી શકે છે. રેન બસેરામાં રહેવા માટેની કોઈ મર્યાદા નથી. કોઈ પણ લાભાર્થી વ્યક્તિ જેટલા દિવસ ઇચ્છે, ત્યાં રોકાઈ શકે છે. રેન બસેરામાં સેવા આપતી જે-તે સ્વૈચ્છિક સંસ્થા લાભાર્થીની નોંધણી કરે છે અને તેમને રહેવા માટેની મંજૂરી આપે છે. આ ઉપરાંત; રેન બસેરામાં આવનાર લોકોને રહેવાની સાથે-સાથે એક ટંકના ભોજન (મોટાભાગે સાંજના)ની પણ વ્યવસ્થા હોય છે.

રેન બસેરામાં મળે છે ઘર જેવી આ મહત્વની સુવિધાઓ

રાજ્ય સરકાર દ્વારા શહેરી ઘરવિહોણા ગરીબો માટે બાંધવામાં આવતાં શેલ્ટર હોમ એ પ્રકારના હોય છે કે જ્યાં આશરો લેનાર વ્યક્તિને ઘર જેવું વાતાવરણ મળે છે. આ શેલ્ટર હોમમાં પૂરી પાડવામાં આવતી આવશ્યક સુવિધાઓમાં (1) હવાની અવર-જવર ધરાવતા ખંડ (રૂમ), (2) પીવા લાયક શુદ્ધ પાણીની વ્યવસ્થા, (3) સ્નાન અને શૌચાલયની પૂરતી સવલત, (4) ધોરણસરની લાઇટ વ્યવસ્થા, (5) આગ સામે રક્ષણની પૂરતી વ્યવસ્થા, (6) પ્રાથમિક સારવાર કિટ, (7) ગાદલાં, ધાબળા અને ચાદરો તથા તેમની નિયમિત સફાઇની વ્યવસ્થા, (8) ઉધઈ અને મચ્છર સામે રક્ષણની પૂરતી વ્યવસ્થા, (9) રસોઈ માટેની જગ્યા, રસોઈ બનાવવા અને પિરસવા માટેના જરૂરી વાસણો, રાંધણ ગેસના જોડાણ, (10) સરકારી યોજનાઓના લાભો મળી રહે તેની વ્યવસ્થા અને (11) આશ્રિતોના બાળકોને નજીકના આંગણવાડી કેન્દ્રો સાથે જોડાણ દ્વારા બાળ સંભાળની વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત; SUH ઘટકની માર્ગદર્શિકાની જોગવાઈ મુજબ સરકારી યોજનાઓ અને પ્રોગ્રામોનું કન્વર્જન્સ કરીને રેનબસેરામાં રહેતા ઘરવિહોણા લોકોને સામાજિક સુરક્ષા, ખોરાક, શિક્ષણ અને આરોગ્યના લાભો મળે; તે માટે હકદાર બનાવવાની કામગીરી સંબંધિત વિભાગ/કચેરી સાથે સંકલન કરીને કરવામાં આવે છે.

કયા શહેરોમાં કેટલા રેન બસેરા ?

રાજ્યના જે 38 શહેરોમાં રેન બસેરા તૈયાર કરવામાં આવ્યા છે, તેમાં સૌથી વધુ 32 રેન બસેરા અમદાવાદ મહાનગરમાં છે. ત્યાર બાદ સુરત મહાનગરમાં 7, ભાવનગર તેમજ રાજકોટ મહાનગરોમાં 6-6, વડોદરા મહાનગરમાં 5, જૂનાગઢ મહાનગરમાં 4 અને જામનગર મહાનગર તથા પાલનપુર શહેરમાં 2 રેનબસેરાઓ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત; ખંભાળિયા, સુરેન્દ્રનગર, લુણાવાડા, રાજપીપળા, મોડાસા, મોરબી, નડિયાદ, નવસારી, જેતપુર, આણંદ, અમરેલી, ભરૂચ, બોટાદ, છોટા ઉદેપુર, ડીસા, પાટણ, ગાંધીનગર, ગોધરા, ગોંડલ, હિંમતનગર, વલસાડ, વાપી અને વ્યારા ખાતે 1-1 રેન બસેરા કાર્યરત છે.

X-X-X

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com

Your browser is blocking some features of this website. Please follow the instructions at http://support.heateor.com/browser-blocking-social-features/ to unblock these.