વાંકાનેરના પંચાસર રોડ પર આવેલા ધર્મનગરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. શ્રીરામ દવાખાના પાછળ રહેતા જસવંતીબેન નિલેશભાઈ કરગઠિયા (24)એ પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો છે. આ ઘટનાની જાણ થતાં મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલ દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. પીએસઆઇ વી.કે.મહેશ્વરી આ કેસની તપાસ કરી રહ્યા છે. યુવતીએ કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે તપાસ ચાલી રહી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.