અમદાવાદ ગાંધીનગર શહેર પ્રમુખનું કોકડું હાલ વણ ઉકેલ્યું
ગાંધીનગર
ભારતીય જનતા પાર્ટીએ સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેર પ્રમુખ તરીકે પ્રધુમનસિંહ ચંપાવત અને મહીસાગરના લુણાવાડાના તાલુકા પ્રમુખ તરીકે અતુલ પટેલના નામની સત્તાવાર જાહેરાત કરી છે. માંડવી શહેર ભાજપ પ્રમુખ તરીકે દર્શનભાઈ ગોસ્વામી, મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે શક્તિસિંહ જાડેજા, અંજાર શહેર ભાજપ પ્રમુખ તરીકે હિતેનભાઈ વ્યાસની નિમણુંક કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં આંકલાવ શહેર ભાજપ પ્રમુખ તરીકે મિહિરકુમાર શાહની વરણી કરવામાં આવી છે. આણંદ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે મહિપતસિંહ પરમારની જાહેરાત થઇ છે. દાહોદ જિલ્લા ભાજપમાં ફતેપુર તાલુકાના પ્રમુખ તરીકે ચિરાગભાઈ ભારીયા અને દાહોદ જિલ્લાના દેવગઢબારિયા શહેર ભાજપ પ્રમુખ તરીકે અક્ષરભાઈ ભગતાણીની જાહેરાત થઇ છે. પોરબંદર શહેર ભાજપ પ્રમુખ તરીકે સાગર રાજેશભાઈ મોદીની નિમણુંક કરવામાં આવી છે. ખંભાળિયા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે કશ્યપ લક્ષ્મણભાઇ આહીર, ઓખા શહેર ભાજપ પ્રમુખ તરીકે સુરેશભાઈ મોહનભાઈ ગોહિલની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાના કોટડાસાંગણી ભાજપ પ્રમુખ તરીકે જતીનભાઈ સીદસર, રાજકોટ તાલુકા પ્રમુખ તરીકે કેયુર ઢોલરીયા અને ગોંડલ શહેર પ્રમુખ તરીકે સમીરભાઈ કોટડિયાની નિમણુંક કરવામાં આવી છે.