ગુજરાતના અલગ-અલગ શહેરોમાં PAYTM સાઉન્ડ બોક્સ ધરાવતા દુકાનદારોને ચાર્જ હાલમાં ફ્રી થઇ ગયેલ હોવાનુ કહી, વિશ્વાસમાં લઇ બેન્કીંગ એપ્લિકેશનનો પીન જાણી લઇ છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ કરતી સાયબર ક્રાઇમ બ્રાંચ

Spread the love

સાઇબર ક્રાઇમ એસીપી હાર્દિક માંકડિયા

6c2d2734-68dd-4c4a-a1ef-c23f4b9baec7 6c2d2734-68dd-4c4a-a1ef-c23f4b9baec7 0f520618-1f31-4434-b21c-fbd6356043eb

અમદાવાદ

 

સાયબર ક્રાઇમના ગુનાઓ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ શ્રી જી.એસ.મલિક પોલીસ કમિશ્નરશ્રી, અમદાવાદ શહેરનાઓની સુચના આધારે તેમજ સંયુક્ત પોલીસ કમિશ્નરશ્રી, ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેરનાઓના માર્ગદર્શન અને નાયબ પોલીસ કમિશ્નરશ્રી, સાયબર ક્રાઇમ બ્રાંચ નાઓની દેખરેખ હેઠળ મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી, સાયબર ક્રાઇમ બ્રાંચ નાઓના સીધા સંચાલન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેર દ્રારા PAYTM સાઉન્ડ બોક્સના નામે લોકોની સાથે છેતરપિંડી આચરતી ટોળકીના છ સભ્યોની અટકાયત કરવામાં આવેલ છે.

સાઇબર ક્રાઇમ એસીપી હાર્દિક માંકડિયા એ જણાવ્યું કે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રી જયેશભાઈ સ/ઓ હિંમતલાલ દેસાઇ, ઉ.વ.૫૭, રહે…મ.નં.એ-૮૬, શિલ્પાલય એપાર્ટમેન્ટ, અંજલી સિનેમા પાછળ, વાસણા, અમદાવાદ શહેરનાઓએ ફરીયાદ આપેલ કે, ગઇ તા.૧૩/૧૨/૨૦૨૪ ના રોજ સવારના આશરે અગ્યારેક વાગ્યા થી તા.૨૧/૧૨/૨૦૨૪ સુધીના સમયગાળા દરમ્યાનમાં બે અજાણ્યા વ્યક્તિઓએ પોતે PAYTM કંપનીમાંથી આવતા હોવાની ખોટી ઓળખ આપી, PAYTM સાઉન્ડ બોક્સમાં જે રૂ.99/- નો માસિક ચાર્જ આવે છે, તે ચાર્જ હાલમાં રૂ.1/- થઇ ગયેલ હોવાનુ કહી ફરીયાદીશ્રીને વિશ્વાસમાં લઇ, ફરીયાદીશ્રીના મોબાઇલ ફોનમાંથી ડેબીટ કાર્ડની ઓનલાઇન અરજી કરી, બાદ ડેબીટ કાર્ડ આવતા ડેબીટ કાર્ડ એક્ટીવ કરી, PAYTM ની રૂ.1/- ની સ્કિમ ચાલુ કરાવવા સારૂ

ફરીયાદીશ્રી પાસેથી ડેબીટ કાર્ડ તથા મોબાઇલ ફોન માંગી પ્રોસેસ કરવાના બહાને દગલબાજીથી ફરીયાદીશ્રીના મોબાઇલ ફોનમાં બેન્કની એપ્લિકેશનનો પાસવર્ડ મેળવી ફરીયાદીશ્રીના બેન્ક ઓફ બરોડના એકાઉન્ટમાંથી રૂ.4,99,000/- તથા રૂ.1,00,000/- ના બે ટ્રાન્જેક્શન ફરીયાદીશ્રીની જાણ બહાર કરી, ફરીયાદીશ્રી સાથે કુલ્લે રૂ.5,99,000/- ની છેતરપિંડી કરી ગુનો કરેલ હોવાની ફરીયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૬૭૨૪૦૧૮૫/૨૦૨૪ ધી ભારતીય ન્યાય સંહિતાની કલમ-૩૧૬(૨), ૩૧૮(૨), ૩૧૯(૨), ૫૪ તથા ધી આઇ.ટી. એક્ટ કલમ-૬૬(સી) મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર બી.પી.પટેલ અને તેમની ટીમ દ્રારા ટેકનીકલ એનાલીસીસ તેમજ હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરી નીચે મુજબના આરોપીઓની તા.૨૯/૦૩/૨૦૨૫ ના રોજ ધરપકડ કરી, કુલ્લે-08 મોબાઇલ ફોન, કિ.રૂ.25,500/- ની મત્તાનો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

1. ગોવિંદ સ/ઓ લાલચંદ છોગાજી ખટીક, ઉ.વ.૨૩, રહે.કાઝીમિંયાનો ટેકરો, રામાપીર મંદિર પાસે, મહેંદીકુવા, શાહપુર, અમદાવાદ શહેર. મુળવતન : બનેઠા, ટોંક, જયપુર, રાજસ્થાન.

2. બ્રિજેશ સ/ઓ ગીરીષભાઇ ડાહ્યાભાઇ પટેલ, ઉ.વ.૩૦, રહે.એ/૨, સાંનિધ્ય એપાર્ટમેન્ટ, ગાયત્રી મંદિર પાસે, રાણીપ, અમદાવાદ શહેર. મુળવતન : ગામ-મોકાસણ, તાલુકો-કડી, જીલ્લો-મહેસાણા.

3. પરાગ ઉર્ફે રવી સ/ઓ લક્ષ્મણભાઇ ગણેશારામજી મિસ્ત્રી, ઉ.વ.૨૪, રહે.મ.નં.૧૦૦, સૌરભજી કંમ્પાઉન્ડ, સરદાર કોલોની, જુનાવાડજ, અમદાવાદ શહેર. મુળવતન : ગામ-પોસાલીયા, તાલુકો- શીવગંજ, જીલ્લો-સિરોહી, રાજસ્થાન.

4. રાજ સ/ઓ રાકેશભાઈ દ્રારકાભાઇ પટેલ, ઉ.વ.૨૮, રહે.મ.નં.૪૮, સત્યમ વિભાગ, શાહીબાગ સોસાયટી, વિસનગર, મહેસાણા. મુળવતન : ગામ-કેસણી, તાલુકો-ચાણસ્મા, જીલ્લો-પાટણ.

5. ડીલક્ષ ઉર્ફે ડબુ સ/ઓ ટીકમચંદ મંચારામ સુથાર, ઉ.વ.૨૭, રહે.મ.નં.૧૦૦, સરદાર કોલોની, ભીમજીપુરા, વાડજ, અમદાવાદ શહેર, મુળવતન : ગામ-સુમેરપુર, તાલુકો-સુમેરપુર, જીલ્લો-પાલી,

રાજસ્થાન.

6. પ્રિતમ સ/ઓ મિઠાલાલ કાનજી સુથાર, ઉ.વ.૨૬, ધંધો-ફાઇન્નાસ કામ, રહે કાનપુરા સુથારો કા વાસ, તાલુકો-સુંદરપુર, જીલ્લા-પાલી, રાજસ્થાન.

*• ગુન્હાની મોડ્સ ઓપરેન્ડીંગ:-

સદરહું ગુનામાં નવા પ્રકારની મોડ્સ ઓપરેન્ડીંગ સામે આવેલ છે, જેમાં આ કામના આરોપીઓ દ્રારા અમદાવાદ શહેર ઉપરાંમાં ગુજરાત રાજ્યના અલગ અગલ જીલ્લા, શહેરમાં જઇ PAYTM સાઉન્ડ બોક્સના મશિન ધરાવતા દુકાનદારોને ટાર્ગેટ બનાવતા, બાદ દુકાનદારને PAYTM કંપનીમાંથી આવતા હોવાની ખોટી ઓળખ આપી, PAYTM સાઉન્ડ બોક્સ મશિનના જે અલગ-અલગ માસિક ચાર્જ આવે છે, તે ચાર્જ હાલમાં રૂ.1/- અથવા ફ્રી થઇ ગયેલ હોવાનું કહી, દુકાનદારને વિશ્વાસમાં લેતા ત્યારબાદ દુકાનદારને તેમના બેન્ક એપ્લિકેશનથી પોતાના જ PAYTM સ્કેનરમાં રૂ.1/- ટ્રાન્સફર કરવાનુ કહી બેન્કીંગ એપ્લિકેશનનો પીન જાણી લેતા, બાદમાં દુકાનદારના મોબાઇલ ફોનમાંથી PAYTM ને રિકવેસ્ટ અંગેનો મેઇલ કરવાનુ કહી મોબાઇલ ફોન લઇ દુકાનદારના મોબાઇલ ફોનથી બેન્કની એપ્લિકેશન દ્રારા નાણાં ટ્રાન્સફર કરી લઇ આવેલ ટ્રાન્જેક્શનના મેસેજ ડીલીટ કરી દેતા અથવા તો, આ ગેંગ મોટા ભાગે ઇલલીંગલ ઓનલાઇન ગેમીંગ સાઇટમાં રજીસ્ટ્રેશન કરી ગેમીંગના એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરી ત્યારબાદ આવી સાઇટ પર ગેમીંગ પોતાના એકાઉન્ટ્સમાં નાણાં જમા કરતા હતા.

બ્રિજેશ પટેલ આ ગેંગનો મુખ્ય સુત્રધાર 

આરોપી બ્રિજેશ સ/ઓ ગીરીષભાઇ ડાહ્યાભાઈ પટેલનો રોલ:

બ્રિજેશ ધોરણ-૧૦ સુધીનો અભ્યાસ કરેલ છે, બાદમાં આઇ.ટી.આઇ. કરેલ અને અગાઉ સને-૨૦૨૧ ના વર્ષમાં PAYTM કંપનીનો કર્મચારી રહી ચુકેલ છે, જ્યાં પોતે સેલ્સ માર્કેટીંગનુ કામ-કાજ કરતો હતો.

 

બ્રિજેશ પોતાની નોકરીના કાર્યકાળ દરમ્યાનમાં કેટલાક ગ્રાહકો સાથે છેતરપિંડીથી નાણાં મેળવેલ હોવાથી તેને કંપનીમાંથી કાઢી મુકવામાં આવેલ હતો.

સને-૨૦૨૨ થી પોતે PAYTM કંપનીના અન્ય કર્મચારી સાથે મળી ગેંગ બનાવી શરૂઆતમાં અમદાવાદ શહેરના જુદા-જુદા વિસ્તારમાં PAYTM સાઉન્ડ બોક્સ ધરાવતા દુકાનદારનો ટાર્ગેટ બનાવી, PAYTM સાઉન્ડ બોક્સ વિશે માહિતી આપી, દુકાનદારને પોતાના PAYTM સ્કેનરમાં રૂ.૧/- સ્કેન કરવાનુ કહી બેન્કીંગ એપ્લિકેશનનો પાસવર્ડ મેળવી, તેઓ સાથે છેતરપિંડી કરવાનુ ચાલુ કરેલ હતું

બાદમાં અન્ય સભ્યોને ભેગા કરી, અલગ અલગ બેન્ક એકાઉન્ટ મેળવવાનુ, ઇલલીંગલ ઓનલાઇન ગેમીંગ સાઇટમાં રજીસ્ટ્રેશન કરી ગેમીંગના એકાઉન્ટમાં ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવાનું તથા ફેક સિમકાર્ડ મેળવવાનુ ચાલુ કરી અમદાવાદ શહેર ઉપરાંત ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લા, શહેરમાં લોકો સાથે છેતરપિંડી કરવાનુ ચાલુ કરેલ હતુ.

આરોપી ગોવિંદ સ/ઓ લાલચંદ છોગાજી ખટીકનો રોલ:

ગોવિંદ બી.કોમ.ના ત્રીજા વર્ષના અભ્યાસ કરે છે અને મશીનરી પાર્ટસ બનાવતી ફેકટરીમાં કામ કરતો હતો.

સને-૨૦૨૩ માં પોતે આ ગેંગમાં સામેલ થયેલ હતો અને શરૂઆતમાં પોતાના બેન્ક એકાઉન્ટમાં ફ્રોડના નાણાં મેળવતો હતો ત્યારબાદ સને-૨૦૨૪ થી આ ગેંગના સભ્ય સાથે જે તે દુકાનદારો પાસે જઈ PAYTM સાઉન્ડ બોક્સ વિશે માહિતી આપવાનુ તથા દુકાનદારના મોબાઇલ ફોનથી રીકવેસ્ટ અંગેનો મેઇલ કરવાનુ કહી દુકાનદારનો મોબાઇલ ફોન મેળવી અન્ય બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનું કામ કરતો હતો.

આરોપી પરાગ ઉર્ફે રવી સ/ઓ લક્ષ્મણભાઇ ગણેશારામજી મિસ્ત્રીનો રોલ:-

પરાગે માસ્ટર ઓફ કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરેલ છે અને હાલમાં આર.બી.આઇ. બેન્કમાં સોફટવેર એંજીનીયર તરીકે કામ કરે છે.

સને-૨૦૨૪ થી પોતે આ ગેંગના સભ્યો સાથે મળી અલગ અલગ વ્યક્તિઓના બેન્ક એકાઉન્ટ મેળવી આપવાનુ કામનુ કરતો હતો.

આરોપી રાજ સ/ઓ રાકેશભાઇ દ્વારકાભાઈ પટેલનો રોલ:-

રાજે સાયન્સમાં ધોરણ-૧૨ સુધીનો અભ્યાસ કરેલ છે, બાદમાં આઇ.ટી.આઇ. કરેલ અને હાલમાં લેથ મશિનના પ્રોગામીંગનું કામકાજ ઘરેથી કરતો હતો.

સને-૨૦૨૪ થી પોતે આ ગેંગના સભ્યો સાથે મળી મુખ્ય આરોપી સાથે જે તે દુકાનદાર પાસે જવાનુ તથા વોચ રાખવાનુ કામ કરતો હતો.

આરોપી ડીલક્ષ ઉર્ફે ડબુ સ/ઓ ટીકમચંદ મંચારામ સુથારનો રોલ:

ડીલક્ષે ધોરણ-૧૦ સુધીનો અભ્યાસ કરેલ છે, બાદમાં પોતે ટેનીશ ક્રિકેટ ટુર્નામેન્ટ રમવાનુ શરૂ કરેલ હતુ અને અગાઉ સને-૨૦૨૨ ના વર્ષમાં PAYTM કંપનીનો કર્મચારી રહી ચુકેલ છે, જ્યાં પોતે સેલ્સ માર્કેટીંગનુ કામ-કાજ કરતો હતો.

સને-૨૦૨૩ થી પોતે આ ગેંગના સભ્યો સાથે મળી પોતે ઇલલીંગલ ઓનલાઇન ગેમીંગ સાઇટમાં રજીસ્ટ્રેશન કરી ગેમીંગના એકાઉન્ટમાં ફ્રોડના નાણાં મેળવવાનુ કામ કરતો હતો.

આરોપી પ્રિતમ સ/ઓ મિઠાલાલ કાનજી સુથારનો રોલ:-

પ્રિતમે સાયન્સમાં ધોરણ-૧૨ સુધીનો અભ્યાસ કરેલ છે. પોતે ફાઈન્નાસનું કામ કાજ કરે છે અને અગાઉ સને-૨૦૨૧ ના વર્ષમાં PAYTM કંપનીનો કર્મચારી રહી ચુકેલ છે, જ્યાં પોતે સેલ્સ માર્કેટીંગનું કામ- કાજ કરતો હતો.

સને-૨૦૨૨ થી મુખ્ય આરોપી સાથે મળી PAYTM સાઉન્ડ બોક્સના નામે લોકો સાથે છેતરપિંડી કરવાનુ શરૂ કરેલ હતુ અને રાજસ્થાન ખાતેથી અલગ અલગ વ્યક્તિઓના નામના બેન્ક એકાઉન્ટ તથા ફર્જી સિમકાર્ડ મંગાવી આપવાનુ કામ કરતો હતો.

પ્રિતમ વિરૂધ્ધમાં છેલ્લા ત્રણ વર્ષમાં રાજસ્થાનના પાલી, સિરોહી જીલ્લામાં હત્યા, મારામારી જેવા દસથી વધારે શરીર સબંધી ગુનાઓ દાખલ થયેલ છે.

આ ગુનાના કામે અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. જેની વિગત નીચે મુજબની છે.

1. મોહસીન સ/ઓ યાકુબભાઈ અહેમદભાઈ પટેલ(મુસ્લિમ), ઉ.વ.૩૯, રહે.મ.નં.બી/૩૮, ઝમઝમ પાર્ક સોસાયટી, ફેઝ સ્કુલની પાસે, તાંદલજા રોડ, વડોદરા શહેર.

2. સદ્દામ સ/ઓ મોહમંદહનીફ ખાદીમહુસેન પઠાણ, ઉ.વ.૩૧, રહે.મ.નં.૩૦૧, નઈમ કોમ્પલેક્ષ, ધુલધોયાવાડ, ફતેપુરા, વડોદરા શહેર.

3. સલમાન સ/ઓ નસરતઅલી જમીલ શેખ, ઉ.વ.૨૫, રહે…મ.નં.૧૧૨, ધર્મેશનગર, આંબેડકરનગર, એકતાનગર પોલીસ ચોકી પાસે, આજવા ચોકડી, વડોદરા શહેર.

આ રીતે આરોપીઓની ગેંગ દ્રારા છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદ શહેર ઉપરાંત ગુજરાત રાજ્યના અલગ-અલગ જીલ્લા, શહેર જેમ કે, વડોદરા, આણંદ, નડીયાદ, ખેડા, કડી, કલોલ, ઉંઝા, મહેસાણા, બારેજા, બારેજડી, સુરેન્દ્રનગર, લીંમડી, બગોદરા, પાલનપુર, ચાંગોદર, વાવોલ, અડાલજ વિગેરે વિસ્તારમાં આવેલ દુકાનદારો સાથે રૂ.૧૦,૦૦૦/- થી રૂ.૬,૦૦,૦૦૦/- રકમ સુધીની છેતરપિંડી આચરેલ હોવાનુ સામે આવેલ છે.

આ પ્રકારના સાયબર ક્રાઇમથી બચવા માટેની સલાહ

કોઇ અજાણી વ્યક્તિ ઉપર ભરોસો ના કરવો, જો કોઇ અજાણી વ્યક્તિ કંપનીના નામે આવીને તમારી અંગત માહિતી અથવા તો, મોબાઇલ ફોન, ડેબિટ કાર્ડ માંગે, તો તરત જ ના પાડો અને તેઓની ઓળખ અંગેના પુરાવો માંગો.

કોઇ અજાણ્યા વ્યક્તિ કે, સી.સી.ટી.વી.ની સામે તમારા બેન્ક એપ્લિકેશનનો પાસવર્ડ કે, નેટ બેન્કીંગનો આઇ.ડી. પાસવર્ડનો ઉપયોગ ન કરવો. આ માહિતી ગુપ્ત રાખો.

અજાણ્યા વ્યક્તિને તમારો મોબાઇલ ફોન ન આપો, જો મોબાઈલ આપો છો તો, તે વ્યક્તિ તમારા મોબાઇલ ફોનમાં શું ગતીવિધી કરે છે, તેના પર નજર રાખો.

તમારા બેન્ક એકાઉન્ટની એપ્લિકેશન અને SMS નિયમિત ચેક કરો. જો કોઈ શંકાસ્પદ ટ્રાન્જેક્શન દેખાય, તો તરત બેન્કને જાણ કરો.

તમારા બેન્કીંગ પાસવર્ડ સ્ટ્રોંગ રાખો અને નિયમિત સમયે બદલતા રહો.

જો તમને લાગે કે, તમારી સાથે છેતરપિંડી થઈ છે, તો તરત સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફોન કરો અને પોલીસને જાણ કરો.

સારી કામગીરી કરનાર:-

PI શ્રી, બી.પી.પટેલ

PSI શ્રી, પી.એ.હિરપરા

HC : બાબુભાઇ અમથાભાઇ

HC : રાજેન્દ્રસિંહ કાંતીભાઇ

HC : દિપકભાઇ સોમાભાઇ

HC : કલ્પેશભાઇ પ્રવિણભાઇ

HC : યોગેશભાઇ કાનુજીરાવ

PC : સુર્યકાન્ત પ્રહલાદભાઇ

PC : નિલેશભાઇ કાળીદાસ

PC : ભાવનાબેન મોતીભાઇ

PC : જીગ્નેશસિંહ દયવંતસિંહ

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com

Your browser is blocking some features of this website. Please follow the instructions at http://support.heateor.com/browser-blocking-social-features/ to unblock these.