અમદાવાદ
અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી જી.એસ.મલિક દ્વારા શહેરમાં ગુનાખોરી અને ગુનેગારો પર લગામ લગાવવા માટે અસામાજીક તથા ગુનાહિત પ્રવૃતિઓ કરતા તત્વો વિરુધ્ધ અટકાયતી પગલાઓનો અસરકારક અને દાખલારુપ અમલ થાય તે અંગે શહેરના તમામ સુપરવાઈઝરી અધિકારીઓ તેમજ થાણા અધિકારીશ્રીઓને સ્પષ્ટ સુચનાઓ આપવામાં આવેલી છે, જે સુચનાઓની અમલવારી કરાવવા અર્થે અમદાવાદ શહેર ગુના નિવારણ શાખા(પી.સી.બી.) શહેરના થાણા અધિકારીશ્રીઓ સાથે સતત સંકલનમાં રહી ગુનાહિત પ્રવૃતિ કરતા વ્યક્તિ અંગેની દરખાસ્તો મંગાવવાની કાર્યવાહી કરી રહી છે.