આપસી સહમતિથી છૂટાછેડા એટલે કે, મ્યુચલ છૂટાછેડા. કોર્ટમાં અરજી દાખલ કર્યા બાદ 6 મહિનાની રાહ જોવી પડે છે. પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે આ રાહ વધારે જોવી પડશે નહી. જો કોર્ટને લાગે છે કે, લગ્ન આગળ વધારે ટકી શકે તેમ નથી. તો છૂટાછેડા મંજૂર કરી શકાય છે.
જ્યારે કેસ કોર્ટમાં દાખલ કરવામાં આવે છે, ત્યારે પરસ્પર સંબંધ ઉકેલવા માટે છ મહિનાનો સમયગાળો (કૂલિંગ પીરિયડ) આપવામાં આવે છે.