Indians In Foreign Jail: દુનિયામાં સૌથી વધુ ભારતીયો સાઉદી અરેબિયાની જેલમાં કેદ છે. આ યાદીમાં ચીન સહિત અન્ય ઘણાં દેશોના નામ પણ સામેલ છે. વિદેશ મંત્રાલય દ્વારા સંસદીય સમિતિ સમક્ષ એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ભારતની બહાર જેલમાં કેદ ભારતીયોની સંખ્યાની વિગતો આપવામાં આવી છે. તાજેતરનો કિસ્સો ટેક મહિન્દ્રાના અધિકારી અમિત ગુપ્તાનો છે.