દેશમાં કોરોના બેફામ બન્યો છે ત્યારે ટૂંકા જ દિવસોમાં હાઈલેવલ કેસોની સંખ્યામાં ઉછાળો જાેવાય તો નવાઈ નહીં ત્યારે ભારતના વડાપ્રધાન થી લઈને મુખ્યમંત્રીએ પણ કોરોના ની રસી લઈને જાગૃતિ લાવવા સરાહનીય પ્રયાસ કર્યો છે ત્યારે ભાજપ પ્રદેશના મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા પોતે સેક્ટર ૨ ખાતે આવેલા અર્બન સેન્ટર ની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન અર્બન સેન્ટર ની સેવાઓ અને કાર્યોથી પ્રભાવિત થયા હતા જાેવા જઈએ તો ઓછું બોલતા અને સાયલન્ટ રહેતા ભીખુભાઈ એ આજરોજ અવાજ કાઢ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે તંત્રને આરોગ્ય શાખા તો કામ કરે જ છે પણ આપણી સૌની ફરજ છે કે જે વડીલો ને વેહિકલ ની વ્યવસ્થા નથી તકલીફ હોય તો તેમને આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચાડવા ભાજપના સંગઠન અને સંગઠનને ટકોર કરી હતી ત્યારે અત્યારે તંત્ર ૧૨થી વધારે કલાક કામ કરી રહ્યું છે અને આ કામમાં ઘણા કર્મચારીઓ કોરોના થી પ્રભાવિત થયા છે ત્યારે તંત્રને પણ સહકાર મળે તે જરૂરી છે.
ભીખુભાઈ દલસાણીયા એ પોતે રાઉન્ડ લીધો હતો અને તમામ સેન્ટરમાં જે આરોગ્ય કર્મીઓ સેવા આપી રહ્યા છે તે નિહાળી હતી ત્યારે તેમના વક્તવ્યમાં આરોગ્ય કર્મીઓના કામના વખાણ કર્યા હતા ઉલ્લેખનીય છે કે સેક્ટર ૨ નું અર્બન સેન્ટર ધમધમતું કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે તે ડોક્ટર કલ્પેશ ગોસ્વામી મુખ્ય આરોગ્ય અધિકારી, ડોક્ટર ઋત્વિક આચાર્ય, હેમાબેન જાેશી શ્રદ્ધા રાજપૂત દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે લોકડાઉન વખતે કામગીરી કરી હતી તે પ્રાઇવેટ ડ્રો ગાંધીનગરમાં તમામ શટર પાડીને ગાયબ થઇ ગયા હતા ત્યારે ડોક્ટર કલ્પેશ ગોસ્વામી, ઋત્વિક આચાર્ય દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી તે સરાહનીય હતી તમામ આરોગ્ય સ્ટાફ ૧૨ કલાક ખડેપગે રહીને કામ કરી રહ્યું હતું ત્યારે ઘણાને કોરોના વોરિયર્સ ના સર્ટિફિકેટ પણ મળ્યા છે ત્યારે કામનું મળ્યું પણ કામ સારું હોય તો ઘણા જ રોજમદારો તરીકે ફરજ બજાવે છે ત્યારે આ સ્ટાફ માટે પગાર વધારા થી લઈને ઓવરટાઈમ પણ આપવો જરૂરી હોવાનું લોકો જણાવી રહ્યા છે આરોગ્યની સ્થિતિ કથળેલી હોય છે પણ અહીંયા મોટાભાગના વસાહતીઓ હવે પ્રાઇવેટ દવાખાના થી દુર રહીને અર્બન સેન્ટર માં દવા લેવા પહેલા જાય છે ત્યારે અર્બન સેન્ટર નું દવાખાનું ગમે ત્યારે ગમે તે સમયે જાવ એટલે હાઉસફૂલજ હોય છે.
આરોગ્ય શાખાએ જે કામગીરી કરી છે તે સરાહનીય છે ત્યારે પાંચ પ્રદેશના મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા એ અર્બન સેન્ટર ની મુલાકાત થી પ્રભાવિત થયા હતા અને આ સંદર્ભે શહેર પ્રમુખ રુચિર ભટ્ટ, પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ, મુકેશ જાની, જીજ્ઞેશ ઠક્કર, મયુર પટેલ, કનુભાઇ દેસાઇ વગેરે હાજર રહ્યા હતા.