ગુજરાતના મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે જેસીબી લઈને ઉલેચવાનું હોય તેમ નવું વર્ષ શરૂ થયાના આજે અઢી મહિના થઈ ગયા અને હવે ડાયરીઓ છપાવવા ના નાટકો અને ડાયરીઓ છપાઈ ગઈ અને લોકો સુધી પહોંચી ગઇ ના તાયફા શરૂ થઈ ગયા છે ત્યારે ગાંધીનગર મનપાને કબ્બડી રમાડી કબાડી બનાવનારે ભ્રષ્ટાચારમાં અવ્વલ નંબરે આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના કાર્યકરો હોદ્દેદારો ચૂંટાયેલા સભ્યોએ હજુ સુધી ડાયરીનું પાનું જાેયું નથી ત્યારે આ ડાયરીઓ કેટલી છપાય તે યથાર્થ પ્રશ્ન છે.
ડાયરી નો ખર્ચ કેટલો ઉતારવામાં આવ્યો છે તે ચકાસવામાં આવે અને ડાયરી ખરેખર કેટલા માં બનાવવામાં આવી છે તે યથાર્થ પ્રશ્ન છે સેક્ટર-૧૧માં આ કંપની બનાવે છે જેનો તમામ બીલો સેટિંગ ડોટ કોમ સાથેના હોય છે આખો દિવસ ગાંધીનગર મનપામાં આંટા મારતા આ કંપનીના માલિક હોદ્દેદારને ઘરે જઈને બોર્ડ હોર્ડિંગ્સ ડાયરીના કામની માંગણી બાદ ઊંચા બિલો મૂકીને સેટિંગ ડોટ કોમ થતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે ભાજપના કાર્યકરો હોદ્દેદારો થી લઈને તમામ લોકોની બાયડી ઓ પોતાના પતિને ડાયરીનું પૂછી રહી છે કે ડાયરી આવી કે નહીં ? ત્યારે ૧૫ દિવસ પહેલા ડાયરી નું વિતરણ કરી દેવામાં આવ્યું છે તો ડાયરીઓ લઈ કોણ ગયું ?હજુ પણ હોદ્દેદારો થી લઈને ભાજપના કાર્યકરો ડાયરીઓ શોધી રહ્યા છે.