ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સંગઠિત ગુનાખોરી આચરતી ટોળકીના ચાર શખ્સો સામે SMCમાં ગુજસીટોક હેઠળ ગુનો નોંધીયો છે. આ આરોપીઓમાં રાજસ્થાનના અનિલ ઉર્ફે પાંડીયા જે.જાટ. પવનસિંહ મહેચ્છા, તૌફિક એન.મુસલમાન અને પુનાભાઈ ભરવાડનો સમાવેશ થાય છે. આ ટોળકીઉપરાંત તેમના અન્ય બે સાગરીતોનો પણ સમાવેશ થાય છે. આ ટોળકીએ કચ્છ, મહેસાણા, બનાસકાંઠા, પંચમહાલ, ભાવનગર અને જામનગરમાં અનેક ગુના આચર્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ ટોળકી ગુજરાતમાં ગેરકાયદે દારૂ આયાત કરાવી, દારૂની હેરાફેરી કરતા હતા. જેમાં વાહનોમાં ખોટી નંબરપ્લેટ લગાવી, ખોટા અન્જીન-ચેસિસ નંબર અને ખોટા દસ્તાવેજો બનાવીને દારૂની હેરાફેરી કરતા હોવાનું બહાર આવ્યું હતું.આરોપી અનિલ અને પવન સામે હત્યા, ખંડણી, આર્મ્સ એક્ટ, સરકારી કર્મચારી પર હુમલો તથા શરીર સંબંધી ગુના સહિત 52 થી વધુ ગુના નોંધાયેલા છે.
તેઓ રાજસ્થનના મોટા હિસ્ટ્રીશીટર અને ગેંગસ્ટર છે. આ ટોળકી વિરૂધ્ધ 181 થી વધુ ગુના નોંધાયેલા છે. જેને પગલે તેમની વિરૂધ્ધ ધી ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ(GCTOC) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. SMC પોલીસ સ્ટેશન બન્યા બાદ ગુજસીટોકનો આ બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.