શું તમે જાણો છો કે તમે તમારા ઘરમાં કેટલી રોકડ રાખી શકો છો? ચાલો તમને તેના વિશે જણાવીએ. આવકવેરાના નિયમો અનુસાર ઘરમાં રોકડ રાખવા માટે કોઈ ચોક્કસ નિયમ કે મર્યાદા બનાવવામાં આવી નથી.
ઘણા લોકો ખાનગી નોકરી કરે છે અને ઘણાનો પોતાનો વ્યવસાય છે, પરંતુ તમારે તમારી આવક પ્રમાણે ટેક્સ ચૂકવવો પડે છે. દરેકની આવક અલગ અલગ હોય છે. પણ શું તમે જાણો છો કે તમે તમારા ઘરમાં કેટલી રોકડ રાખી શકો છો?
ચાલો તમને તેના વિશે જણાવીએ. આવકવેરાના નિયમો અનુસાર ઘરમાં રોકડ રાખવા માટે કોઈ ચોક્કસ નિયમ કે મર્યાદા બનાવવામાં આવી નથી.
જો તમે આર્થિક રીતે સક્ષમ છો તો તમે તમારા ઘરમાં ગમે તેટલી રોકડ રાખી શકો છો. પણ તમારી પાસે તે પૈસાનો સ્ત્રોત હોવો જોઈએ. જો કોઈ તપાસ એજન્સી તમારી પૂછપરછ કરે તો તમારે સ્ત્રોત બતાવવો પડશે. આ સાથે તમારે આઇટીઆર ડિક્લેરેશન પણ બતાવવી પડશે.
આઇટીઆર ડિક્લેરેશન અને સ્ત્રોત જણાવવો પડશે
જો તમે તમારા પૈસાનો સ્ત્રોત જાહેર ન કરી શકો, તો તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આવી સ્થિતિમાં આવકવેરા વિભાગ તપાસ કરે છે કે તમે કેટલો ટેક્સ ચૂકવ્યો છે. જો ગણતરીમાં અઘોષિત રોકડ મળી આવે, તો આવકવેરા વિભાગ દ્વારા તમારી સામે કાર્યવાહી કરી શકાય છે અને તમારી પાસેથી ભારે દંડ પણ વસૂલવામાં આવી શકે છે. આવકવેરા વિભાગ કાર્યવાહી કરતા પહેલા આવકના સ્ત્રોત વિશે પૂછે છે. જ્યારે તમે તમારા સ્ત્રોત વિશે માહિતી આપી શકતા નથી, ત્યારે કાર્યવાહી કરવામાં આવે છે. આવા કિસ્સામાં રોકડ પણ જપ્ત કરવામાં આવે છે. ઘણી વખત ધરપકડ પણ થાય છે.
બિઝનેસ /દેવામાં ડૂબેલી આ કંપનીને ખરીદવા હોડ લાગી! રેસમાં અદાણી સહિતના દિગ્ગજો સામેલ, જાણો કેમ
પાન કાર્ડ બતાવવું જરૂરી
તમને જણાવી દઈએ કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ અનુસાર જો તમે એક સમયે તમારા ખાતામાં 50,000 રૂપિયાથી વધુ રોકડ ઉપાડો છો અથવા જમા કરો છો, તો તમારે તમારું પાન કાર્ડ બતાવવું પડશે. જો કોઈ વ્યક્તિએ છેલ્લા 3 વર્ષથી આવકવેરા રિટર્ન ફાઇલ કર્યું નથી અને નાણાકીય વર્ષમાં બેંકમાંથી 20 લાખ રૂપિયાથી વધુ ઉપાડ કરે છે, તો તેણે 20 લાખ રૂપિયાના વ્યવહારો પર 2 ટકા અને 1 કરોડ રૂપિયાથી વધુના વ્યવહારો પર 5 ટકા સુધીનો ટીડીએસ . પરંતુ જેમણે આઇટીઆર ફાઇલ કર્યું છે તેમને આ મામલે થોડી રાહત મળી શકે છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ