લીમખેડા સેશન કોર્ટનો ચુકાદો, એક લાખનો દંડ, દંડ ના ભરે તો એક વર્ષની વધુ સખત કેદની સજા


લીમખેડા
રાજ્યની ગૌમાતા માટે સરકાર અને ગૃહ વિભાગ પણ કડક બની છે ત્યારે આલિયા માલિયા જમાલિયાઓમાં પણ હવે સજાઓનો દોર શરૂ થતા ફેલાઈ ગયો છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અગાઉ પણ આ મુદ્દે ગર્જના કરીને જણાવતા હતા કે ગૌ માતાને કતલખાને મોકલનારા અને આ ધંધા કરનારસ કોઈને છોડવામાં નહીં આવે, ત્યારે ટ્રેલર ની શરૂઆત થઈ ગઈ છે અને પિક્ચર હજુ ભાકી છે. ત્યારે ગી માસનું વેચાણ કરનાર બે સપ્સોને લીમખેડા સેશન્સ કોર્ટે સાત વર્ષની સખત કેદની સજા તથા એક એકલાખ રૂપિયા દંડ ભરવાનો હુક્સ ફરમાવ્યો હતો. દેવગઢ ભારીવાના ભે દરવાજા નજીક રહેતા રિયાઝબીન અબ્દુલ રસીદિબન અરબ તથા અરબાઝ અબ્દુલ રસીદબિન અરબના ઘરમાંથી બે વર્ષ પૂર્વે ૧/૩/૨૦૨૩ ના રોજ દેવગઢબારિયા પોલીસે ૧૫ કિલો મામ જેટલું ગૌમાસ ઝડપી પાડયુંહતું. દેવગઢ બારીયા પોલીસે ગુનાની ગંભીરતાને લઈ ઝડપાયેલા બંને શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી બાદ તટસ્થ અને નિષ્પક્ષ તપાસ હાથ ધરી સમગ્ર કેસ લીમખેડા એડિશનલ સેશન્સ કોર્ટમાં દાખલ કર્યો હતો. જે કેસ લીમખેડા એડિશનલ સેશન્સ જજ એચ.એચ. ઠક્કરની કોર્ટમાં ચાલી જતા સરકારી વડીલ એસ.બી. ચૌહાણની ધારદાર દલીલોને ધ્યાને લઈ લીમખેડી સેશન્સ કોર્ટે આરોપી રિયાઝબીન અબ્દુલ રસીદબીન અરબ તથા અરબાઝ અબ્દુલ રસીદબીન અરબને તકસીરવાર ઠેરવી ૭ વર્ષની સખત કેદની સજા તથા બનેને એક એક લાખ રૂપિયાનો દંડ ભરવાનો હુકમ ફરમાવ્યો હતો. તેમજ દંડ નહીં ભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજાનો હુકમ પણ ફરમાવતા કોર્ટ સંકુલમાં સમાટો વ્યાપ્યો હતો.
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા અગાઉ ચેતવણી આપી હતી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, બાકી કોર્ટ કચેરીના ધક્કાના વાયદામાં રહેશે અને આ મુદ્દે ગૃહ ખાતું પણ કડક બનતા અને જે ગૌમાતાને કતલખાનાથી લઈને ગૌમાસ વેચનાર પકડાય તો તે કેસોનું અચૂક મોનિટરિંગ કરવાની સૂચના આપતા હવે કોર્ટ દ્વારા પણ ગંભીરતા લેતા બે શખ્સને સજા પડતા અનેકમાં ફફડાટ ફેલાયો છે, કાયદા પર ગૃહમંત્રીની કડક પક્કડ દેખાઇ રહી છે, આવનારા દિવસોમાં અગાઉ જે કેસો હાલ ચાલી રહ્યા છે, તેમાં કોર્ટમાં ચાલતા કેસોમાં હવે આ તત્વોમાં ડરનો માહોલ દેખાઈ રહ્યો છે, હિન્દુત્વ માટે કામ કરનારી સંસ્થાઓએ આ જજમેન્ટને વખાણું છે, રાજ્યના ગૃહમંત્રી નું મોનિટરિંગ તથા ગૌમાતા ના પ્રશ્ને હર હમેશા ગંભીરતા લેતા અનેક મંડળોએ આવેલા હુકમ તથા ગૃહમંત્રીની સરાહના કરી છે