આપણે અવાર-નવાર ગાય-ભેંસ કે અન્ય પ્રાણીઓ એ લાખોની કિંમતમાં વેચાયા હોય તેવા સમાચાર સાંભળતા હોઈએ છીએ. આવા જ એક સમાચાર સામે આવ્યા છે જુનાગઢથી. વિગતો મુજબ જૂનાગઢમાં ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અશ્વપાલક રાજુભાઈ રાડાને 11 વર્ષનો કાઠિયાવાડી બ્રીડનો પૃથ્વીરાજ નામનો અશ્વ છે. તાજેતરમાં જ આ પૃથ્વીરાજ અશ્વને બિહારના પટનાના એક અશ્વ પાલકે રૂપિયા 11.51 લાખમાં વેચાતો લીધો છે.
જોકે અહીં અન્ય એક વાત એ છે કે, આ અશ્વને AC એમ્બ્યુલન્સમાં બિહાર મોકલવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રમાં અનેક લોકો અશ્વપ્રેમી છે. આવા જ એક અશ્વ પ્રેમી અશ્વપાલક રાજુભાઈ રાડા કે જે જુનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં રહે છે. આ રાજુભાઇ રાડાની પાસે 11 વર્ષનો કાઠિયાવાડી બ્રીડનો પૃથ્વીરાજ નામનો અશ્વ હતો. જોકે આ અશ્વને બિહારના એક અશ્વ પ્રેમીએ 11.51 લાખમાં ખરીદી લીધો છે. નોંધનિય છે કે, હાલના સમયમાં કાઠિયાવાડી બ્રીડના અશ્વ લુપ્ત થતા જાય છે, તેની બ્રીડ અને સારી નસલના અશ્વ ઓછા જોવા મળે છે
કાઠિયાવાડી બ્રીડના અશ્વની અછત
કાઠિયાવાડી બ્રીડના અશ્વની અછત
મહત્ત્વનું છે કે, હાલ કાઠિયાવાડી બ્રીડના અશ્વ લુપ્ત થતા જાય છે. જૂનાગઢ રાજ્યમાં રાજાશાહીના સમયમાં અશ્વ માટે મજેવડી દરવાજા પાસે અશ્વ સંવર્ધન (પેડોક) કાર્યરત હતું જોકે હાલ તે બંધ છે. તે સમયે જૂનાગઢ આવનાર કોઈપણ મુલાકાતી આ પેડોકની મુલાકાત લીધા વિના ન જાય તેવું હતું. આ પેડોકની અંદર થોડા ઉછેર, તાલીમ અને અશ્વ સંવર્ધન તથા પશુઓની મફ્ત સારવાર કરાતી હતી. પરંતુ જ્યારથી આ પેડોક બંધ થતા કાઠિયાવાડી બ્રીડના અશ્વની અછત સર્જાઈ છે.
ગુજરાત સરકાર એગ્રી બિઝનેસ પોલિસી લાવવાની તૈયારીમાં, AIનો ઉપયોગ કરી ખેડૂતોની આવક વધારશે, જાણો કેવી રીતે?
અશ્વને AC એમ્બ્યુલન્સમાં મોકલાયો બિહાર
બિહારના અશ્વપ્રેમીએ આ 11 વર્ષના કાઠિયાવાડી બ્રીડના પૃથ્વીરાજ અશ્વને 11.51 લાખમાં ખરીદી લીધા બાદ હવે તેને ACએમ્બ્યુલન્સમાં બિહાર મોકલાયો છે. આ અશ્વને રસ્તામાં અશ્વને કોઈ તકલીફ ના પડે તે માટે એમ્બ્યુલન્સમાં તમામ સુવિધાઓ ઊભી કરાઈ છે.