ગુજરાતમાં કોરોના કહેર કરતો જાય છે ત્યારે ગુજરાતના મોટા ભાગની મહાનગરપાલિકાઓમાં રાત્રે કર્યું ઓર્ડર કરી દેતાં અમદાવાદીઓએ તેનો તોડ-જાેડ ગોઠવી લીધો છે અને અમદાવાદ રીંગરોડ થી લઈને હાઇવે થી નજીક રહેતા મોટાભાગના લોકો હવે રાત્રે ફરવા માટે ગાંધીનગર ને પસંદ કરી લીધું હોય એમ ગાંધીનગરની હોટેલો થી લઈને ઢાબા પેક થઈ ગયા છે ગાંધીનગરે પાથરેલું આણુંથી અમદાવાદના ભાણિયાઓ નું આવ્યું ધાડું જેવો ઘાટ સર્જાયો છે. અમદાવાદીઓ રીંગરોડ થી લઈને સરખેજ ગાંધીનગર હાઇવે ચિલોડા જ હાઇવેના વિસ્તારોમાં લોકોની ભીડ જાેવાઇ રહી છે ત્યારે અમદાવાદના મહાનગરપ ાલિકામાં કરફ્યુ ભલે હોય પણ ગાંધીનગરમાં કરફ્યુ ન હોઈ અને બજાર સુધી ચાલુ રહેતા હોવાથી ખરીદનારા અને હોટેલો રેસ્ટોરેન્ટમાં જમનારાઓ હવે ગાંધીનગર હાઈવે તથા સીટીને પકડી લીધું છે. કોરોનામાં ગાંધીનગરમાં તમામ બજારો ખુલ્લા રહેતા અમદાવાદીઓ હવે દોટ જ મૂકી છે ત્યારે મોડી રાત સુધી ઘણા ચાલુ રહેતા ઢાબા હોટેલોને કારણે હમણાં થોડા મહિનાઓ પહેલા મર્ડર નો કિસ્સો પણ સામે આવ્યો હતો.