વક્ફ બિલ લોક સભા અને રાજ્ય સભામાં પાસ થઈ ગયું છે. જો કે તેની સાથે જ અનેક જગ્યાએ તેનો વિરોધ પણ થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળથી હિંસાની તસવીરો સામે આવી છે. ત્યારે હરિયાણાના હિસારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વક્ફ બિલનો વિરોધ કરનારાઓને મુંહતોડ જવાબ આપ્યો હતો. જાણો શું કહ્યું…
પીએમ મોદીએ હિસારમાં જનસભાને સંબોધન કરતાં કહ્યું કે વક્ફના નામ પર લાખો હેક્ટર જમીન દેશમાં હાજર છે, જેનો ઉપયોગ મહિલા અને બાળકોની મદદ માટે થઈ શકતો હતો. જો ઈમાનદારીથી તેનો ઉપયોગ થયો હોત તો મારા મુસલમાન ભાઈઓને આજે સાઈકલનું પંચર બનાવીને જિંદગી પસાર કરવી ન પડતી. પરંતુ તેનાથી માત્ર કેટલાક ભૂ માફિયાઓને ફાયદો થયો છે.