ગાંધીનગર મનપાની ચૂંટણીઓના બ્યુગલો વાગી રહ્યા છે ત્યારે એક બાજુ કોરોનાના કેસોમાં વધારો જાેવા મળી રહ્યો છે અને બીજી બાજુ ભાજપમાં ટિકિટો મેળવવાની લાઈનો લાગી છે ત્યારે ભાજપ દ્વારા ૧૧ વોર્ડમાં સેન્સ લેવાઈ ગઈ છે ત્યારે હવે કોંગ્રેસ દ્વારા સેક્ટર ૨૨ ખાતે ૨૫ માર્ચ ગુરુવાર તથા ૨૬ માર્ચ શુક્રવારના રોજ ગાંધીનગર મનપામાં ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો નો બાયોડેટા અને તેમને સાંભળવા નિરીક્ષકો સેક્ટર ૨૨ ખાતે આવેલા કાર્યાલયમાં સાંભળશે.
શહેર પ્રમુખ કૌશિક શાહ દ્વારા પાઠવેલ પત્રમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન જળવાય જેથી ટેકેદારો સાથે નહીં પણ ફક્ત એકલા જ ઉમેદવારોએ આવીને રજૂઆત કરવાની રહેશે ઉમેદવારોએ પોતાની સાથે ટેકેદાર ની સહી મોબાઈલ નંબર સાથે ના પત્ર અને બાયોડેટા રજૂ કરવા જણાવ્યું છે જે વોર્ડમાં સેન્સ લેવાની છે તે મુજબ નીચે મુજબ છે
તારીખ-વાર સમય વોર્ડ
૨૫ માર્ચ, ગુરુવાર ૧ થી ૨ ૧
૨૫ માર્ચ, ગુરુવાર ૨ થી ૩ ૨
૨૫ માર્ચ, ગુરુવાર ૩ થી ૪ ૩
૨૫ માર્ચ, ગુરુવાર ૪ થી ૫ ૪
૨૫ માર્ચ, ગુરુવાર ૫ થી ૬ ૫
૨૫ માર્ચ, ગુરુવાર ૬ થી ૭ ૬
૨૬ માર્ચ, શુક્રવાર ૧ થી ૨ ૭
૨૬ માર્ચ, શુક્રવાર ૨ થી ૩ ૮
૨૬ માર્ચ, શુક્રવાર ૩ થી ૪ ૯
૨૬ માર્ચ, શુક્રવાર ૪ થી ૫ ૧૦
૨૬ માર્ચ, શુક્રવાર ૫ થી ૬ ૧૧
કોરોનાની મહામારી હોય સરકારના નિયમો નું પાલન થાય તે પણ પ્રમુખ એ પત્રમાં જણાવ્યું છે