જમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકી હુમલાને નજરે જોનાર લોકોએ ખોફનાક બનાવનું વર્ણન કર્યું છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં એક મહિલાના પતિનું ગોળી મારીને મોત થયું હતું. હુમલા બાદ ઘણા વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં સ્થાનિક લોકો અને પ્રવાસીઓને ભાગતા જોઈ શકાય છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક મહિલાએ દુઃખદ શબ્દોમાં બોલતી જોઈ શકાય છે કે આતંકવાદીઓએ તેના પતિને ગોળી મારી દીધી છે.
આતંકવાદીએ તેને પૂછ્યું કે શું તે મુસ્લિમ છે? મહિલાએ કહ્યું કે તે તેના પતિ સાથે ભેલપુરી ખાઈ રહી હતી ત્યારે એક આતંકવાદી આવ્યો અને પૂછ્યું કે શું તે મુસ્લિમ છે, ના પાડતાં તેણે તરત ગોળી મારી દીધી હતી. નજરે જોનાર લોકોએ એવું કહ્યું કે આતંકવાદીઓએ પહેલા તેમના નામ પૂછ્યા અને પછી તેમના પર ગોળીબાર કર્યો.
પંજાબથી આવેલો પ્રવાસી શું બોલ્યો
બીજા એક પ્રવાસી જેનું નામ પ્રદીપ છે તેણે એવું કહ્યું કે પંજાબથી કાશ્મીર ફરવા આવ્યો હતો. જ્યારે તેઓ અહીં પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે થોડા સમય પહેલા આતંકવાદી હુમલો થયો છે અને કેટલાક પ્રવાસીઓને ગોળી મારી દેવામાં આવી હતી. જેમાં મૃત્યુ થયું છે.
આતંકી હુમલામાં 3ના મોત, 12 ઘાયલ
પહેલગામ આતંકી હુમલામાં 3 પ્રવાસીના મોત થયાં છે અને 12 ઘાયલ છે. આતંકવાદી હુમલા બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી અને યોગ્ય કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યાં હતા. પીએમના આદેશ બાદ અમિત શાહ જમ્મુ કાશ્મીર જવા રવાના થયાં હતા. આ દરમિયાન કેન્દ્ર સરકારે પણ મોટી બેઠક બોલાવી હતી.