


જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા હુમલા અંગે એક મોટો ખુલાસો થયો છે. આતંકવાદીઓએ રેકી કર્યા પછી આ ઘટનાને અંજામ આપ્યો હતો. માહિતી સામે આવી છે કે, આ હુમલામાં છ આતંકવાદીઓ સામેલ હતા. હુમલાખોરોએ ૧થી ૭ એપ્રિલ દરમિયાન આ વિસ્તારની રેકી કરી હતી. સુરક્ષા દળોને ઘટનાસ્થળથી થોડે દૂર નંબર પ્લેટ વગરની મોટરસાઈકલ મળી આવી છે. એવું માનવામાં આવે છે કે, આતંકવાદીઓએ તેનો ઉપયોગ કર્યો હશે. ગુપ્તચર સૂત્રો પાસેથી પહલગામ હુમલા અંગે મોટો ખુલાસો થયો છે. કુલ છ આતંકવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. ઈશ્વ કમાન્ડર સૈફુલ્લાહએ આ હુમલાનું કાવતરું ઘડ્યું છે. ૬ લોકોની નિર્દયતાથી હત્યા મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં ૨૬ લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. લશ્કરી કપડામાં સજ્જ આતંકવાદીઓએ પહેલાં પહલગામની બૈસરન ખીણમાં પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યું, તેમના ઓળખપત્રો તપાસ્યા અને પછી તેમને ગોળી મારીને હત્યા કરી દીધી, એમ કહીને કે તેઓ હિન્દુ છે. ૨૬ મૃતકોમાંથી મોટાભાગના પ્રવાસીઓ છે, જ્યારે બે વિદેશી અને બે સ્થાનિક નાગરિકો છે.