
કાશ્મીર
દક્ષિણ કાશ્મીરના મુખ્ય પર્યટન સ્થળ પહેલગામમાં ગઇકાલે આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું છે. આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને ર૬ લોકોના મોત નિપજ્યા છે. ત્યારબાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ અમેરિકા અને પેરુની તેમની સત્તાવાર મુલાકાત અધવચ્ચે રદ કરી રહ્યા છે. તેઓ શકય તેટલી વહેલી તકે ભારત રવાના થઈ શકે છે. આ સંદર્ભે, નાણા મંત્રાલયે બુધવારે એક સત્તાવાર નિવેદન જારી કર્યું છે. નોંધનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ અમેરિકા અને પેરુની ૧૧ દિવસની મુલાકાતે છે. નાણા મંત્રાલયે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય નાણા અને કોપરિટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણ અમેરિકા-પેરુની તેમની સત્તાવાર મુલાકાત અધવચ્ચે છોડીને આવી રહ્યા છે. આ મુશ્કેલ અને દુ:ખદ સમયમાં આપણા લોકો સાથે રહેવા માટે તેઓ શક્ય તેટલી વહેલી તકે ઉપલબ્ધ ફલાઇટ દ્વારા ભારત પરત ફરી રહ્યા છે.