
ગુજરાતમાંથી નિકાસ થતી મુખ્ય વસ્તુઓ: કૃષિ ઉત્પાદનો-ટામેટાં, ડુંગળી, મરચાં અને અન્ય શાકભાજી ગુજરાતમાંથી પાકિસ્તાનમાં અટારી સરહદ દ્વારા નિકાસ કરવામાં આવે છે. પાકિસ્તાનમાં આ તાજા ઉત્પાદનોની ખૂબ માગ છે.
પ્લાસ્ટિક અને રસાયણો: ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાંથી પ્લાસ્ટિકના દાણા, પ્લાસ્ટિક યાર્ન અને અન્ય રાસાયણિક ઉત્પાદનોની નિકાસ કરવામાં આવે છે. આ ઉત્પાદનોનો ઉપયોગ પાકિસ્તાનમાં વિવિધ ઉદ્યોગોમાં થાય છે.
કપાસ અને સુતરાઉ દોરા: ગુજરાતના કાપડ ઉદ્યોગને લગતા કપાસ અને સુતરાઉ દોરાની નિકાસ પણ અટારી સરહદ દ્વારા થાય છે. પાકિસ્તાનમાં ખાસ કરીને કાપડ ઉદ્યોગમાં આની ખૂબ માગ છે. સોયાબીન અને પશુ આહાર ગુજરાત સોયાબીન અને મરઘાં ખોરાક જેવા પશુ આહાર ઉત્પાદનોની પણ નિકાસ કરે છે. જે પાકિસ્તાનના પશુપાલન ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ છે.
ગુજરાતમાંથી નિકાસ થતી મુખ્ય વસ્તુઓ: કપાસ અને કાપડ ઉત્પાદનો: ગુજરાત ભારતમાં કપાસનું મુખ્ય ઉત્પાદક રાજ્ય છે. અહીંથી કાચો કપાસ, સુતરાઉ યાર્ન અને તૈયાર કાપડ ઉત્પાદનો પાકિસ્તાનમાં નિકાસ કરવામાં આવતા હતા.
રસાયણો અને રંગો: ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારો, ખાસ કરીને અમદાવાદ અને વડોદરા, પાકિસ્તાનના કાપડ ઉદ્યોગમાં વપરાતા રસાયણો અને રંગોની નિકાસ કરતા હતા.
પ્લાસ્ટિક અને પોલિમર ઉત્પાદનો: ગુજરાતના પેટ્રોકેમિકલ હબમાંથી પ્લાસ્ટિક અને પોલિમર ઉત્પાદનોની નિકાસ પણ અટારી સરહદ દ્વારા કરવામાં આવતી હતી.
મશીનરી અને સાધનો: ગુજરાતની એન્જિનિયરિંગ કંપનીઓ દ્વારા જે ઉત્પાદિત મશીનરી અને સાધનો પાકિસ્તાનમાં પણ નિકાસ કરવામાં આવ્યા.
જો કે દરિયાઈ અને હવાઈ માર્ગો દ્વારા કેટલીક વેપાર પ્રવૃત્તિઓ ચાલુ છે, પરંતુ અટારી સરહદ દ્વારા વેપાર સંપૂર્ણપણે બંધ છે. આના કારણે ગુજરાતના નિકાસકારોને વૈકલ્પિક માર્ગોનો આશરો લેવાની ફરજ પડી છે. જેના કારણે પરિવહન ખર્ચમાં વધારો થયો છે અને સ્પર્ધાત્મકતા પર અસર પડી છે.
વ્યાપારિક આંકડા અને અસર: 2016-17માં ભારતે અટારી સરહદ દ્વારા પાકિસ્તાનને 2.51 લાખ ટન શાકભાજી, કપાસ/યાર્ન, ઉચ્ચ ઘનતા પોલિઇથિલિન (HDPE), સોયાબીન અને અન્ય ચીજવસ્તુઓની નિકાસ કરી હતી. જો કે 2017-18માં શાકભાજી અને સોયાબીનની નિકાસ કરવામાં આવી ન હતી. જેના કારણે વેપારમાં ઘટાડો થયો હતો. 2010-11માં, ભારતે અટારી-વાઘા સરહદ દ્વારા પાકિસ્તાનને ₹759 કરોડનો માલ નિકાસ કર્યો હતો.
વર્તમાન સ્થિતિ અને પડકારો: પુલવામાં હુમલા બાદ ભારત સરકારે 22 ફેબ્રુઆરી 2019ના રોજ પાકિસ્તાનથી આયાત થતી ચીજવસ્તુઓ પર 200 ટકા યુટી લાદી હતી. જેના કારણે અટારી સરહદ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપાર પ્રવૃત્તિઓ લગભગ ઠપ્પ થઈ ગઈ હતી. આ નિર્ણયના પરિણામે અટારી સરહદ પર અબજો રૂપિયાના વેપારને અસર થઈ.