જવાબી કાર્યવાહીના ખૌફથી પાકિસ્તાનમાં હાઈ એલર્ટ, પહેલગામ હુમલા પર પહેલીવાર બોલ્યું PAK

Spread the love

 

જમ્મુ અને કાશ્મીરમાં હુમલા બાદ જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ એક્શનમાં આવ્યા છે તે જોતા પાકિસ્તાનમાં હડકંપ મચ્યો છે. મંગળવારની રાત પાકિસ્તાની સરકાર અને સેના બરાબર સૂઈ શકી નહીં. એવા સમાચાર છે કે પાકિસ્તાની એરફોર્સ યુનિટોને બોર્ડર નજીક તૈનાત કરવામાં આવી રહ્યા છે. સમગ્ર પાકિસ્તાન હાઈ એલર્ટ પર છે. તેમને ભાજપની જવાબી કાર્યવાહીનો ડર સતાવી રહ્યો છે. પાકિસ્તાનથી જે પ્રકારે રિપોર્ટ્સ આવી રહ્યા છે તેનાથી સ્પષ્ટ છે કે ઓછામાં ઓછા 26 નિર્દોષ લોકોના મોત બાદ પાડોશી દેશ ડરે છે કે ભારત આતંકીઓ વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરી શકે છે. આ બધા વચ્ચે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે પહેલીવાર આ હુમલા વિશે નિવેદન આપ્યું છે.
એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં પાકિસ્તાનના રક્ષામંત્રીએ તો અલગ વાર્તા કહેવાની શરૂ કરી દીધી. તેમણે ભારતના અનેક રાજ્યોના નામ લેતા આ હુમલાને ઘરેલુ સમસ્યા જણાવવાની કોશિશ કરી. જો કે દુનિયા પાકિસ્તાનની આ હરકતને સમજી ચૂકી છે. આ કોઈ નવી વાત નથી.
પાકિસ્તાનના રક્ષામંત્રીએ કહ્યું કે પાકિસ્તાનને આ હુમલા સાથે કોઈ લેવાદેવા નથી. આ બધી ઘરેલુ વસ્તુઓ છે. આ ભારતના રાજ્યોના અંદરથી થયું છે. ખ્વાજા આસિફે વધુમાં કહ્યું કે ભારતના રાજ્યોમાં બળવા થઈ રહ્યા છે. એક નહીં, બે નહીં પરંતુ ડઝનો પ્રમાણે. નાગાલેન્ડથી લઈને કાશ્મીર સુધી. મણિપુરમાં, સાઉથમાં, છત્તીસગઢમાં દિલ્હીના શાસન વિરુદ્ધ બળવો થઈ રહ્યો છે. આ હોમ ગ્રોન છે. લોકો પોતાના હક માંગે છે.
પાકિસ્તાનથી એવા ખબર છે કે સરહદ પાસે વાયુસેનાને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ભારતીય હવાઈ ક્ષેત્રની બારીકાઈથી નિગરાણી માટે ડ્રોન વિમાનો તૈનાત કરાયા છે. પાકિસ્તાનની આ તૈયારીઓ તેમની અંદરના ડરને પણ છતો કરે છે. જે પુલવામા હુમલા બાદ બાલાકોટની જેમ ભારતીય એક્શનનો ખૌફ દેખાડે છે.
ભારતમાં પાકિસ્તાનના પૂર્વ રાજદૂત અબ્દુલ બાસિતે પણ સ્વીકાર્યું છે કે ભારત જવાબી કાર્યવાહી કરી શકે છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન કોઈ પણ ભારતીય એક્શનનો મુકાબલો કરવાની તૈયારી કરી રહ્યું છે. રિપોર્ટ્સ મુજબ બાસિતે માહોલ જોતા પોકળ ધમકી પણ આપી છે કે ભારતના કોઈ પણ પગલાનો પાકિસ્તાન તરફથી જવાબ મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *