ચોક્કસ બાતમીના આધારે પોલીસે, જહાંગીરપુરામાં હાઈ-પ્રોફાઇલ કુટણખાના પર રેડ

Spread the love

જહાંગીરપુરામાં હાઈ-પ્રોફાઇલ કુટણખાના પર રેડ:

પોલીસ દરવાજો ખખડાવતી’તી ને દોરડા બાંધીને ગ્રાહકો હોટલના રૂમમાંથી ભાગી છૂટ્યા

 

 

સુરત

સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં એક હાઈ-પ્રોફાઈલ કુટણખાના ચાલતું હોવાની મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે પેવેલિયન કોમ્પ્લેક્સ ખાતે આવેલા એક હોટલમાં રેડ પાડી હતી પરંતુ, પોલીસે દરવાજો ખટખટાવ્યા તે પહેલાં જ રૂમમાં રહેલા ગ્રાહકો પોતાની જાતને બચાવવાના પ્રયાસે દોરડા બાંધીને કોમ્પલેક્ષના ચોથા માળેથી જીવના જોખમે નીચે ઉતરી ગયા અને નાસી છૂટ્યા હતા. સમગ્ર ઘટનાની સ્ટાઈલ એટલી ફિલ્મી હતી કે, પોલીસને પણ અંદર પ્રવેશ કરતાં પહેલાં જ આશ્ચર્યમાં મૂકી દીધી હતી.

જહાંગીરપુરા પોલીસને પવેલિયન કોમ્પ્લેક્સની ઉપરના માળે આવેલી એક હોટલના રૂમમાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની બાતમી મળી હતી. મળેલી માહિતીના આધારે પોલીસે રૂમ પર દરોડો પાડવા માટે પહોંચ્યા હતા. પોલીસે પહેલાથી શંકાસ્પદ રૂમના દરવાજા પર થાપ દીધો હતો, પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. ત્યારબાદ દરવાજો ધક્કો મારી અંદર પ્રવેશ કર્યો ત્યારે સામે જે દ્રશ્ય જોવા મળ્યું તે ચોંકાવનારું હતું. રૂમનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કરતા પોલીસે જોયું કે, અંદર કોઈ વ્યક્તિ હાજર નહોતી પરંતુ, બારીમાંથી એક મોટું દોરડું નીચે લટકતું દેખાયું.

આ દોરડાને જોઈને સમજાયું કે, રૂમમાં રહેલા વ્યક્તિઓએ દોરડાનો ઉપયોગ કરીને ચોથા માળેથી નીચે ઝૂલીને નાસી જવાની કોશિશ કરી હતી. બાદમાં તપાસમાં જાણવા મળ્યું કે, રૂમમાં ગ્રાહકો હાજર હતા, જે પોલીસ આવતા પહેલાં જ પલાયન થઈ ગયા હતા. પોલીસના આંખની સામે ગ્રાહકો છૂમંતર થઈ ગયા. પોલીસે હોટલના અન્ય રૂમોની પણ તપાસ શરૂ કરી છે અને જે રૂમમાંથી દોરડા બાંધીને પલાયન થવામાં આવ્યું હતું. તે રૂમ પણ સીલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાના વીડિયો આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જહાંગીરપુરા પોલીસે પેવેલિયન કોમ્પલેક્ષમાં હોટેલની આડમાં ચાલતા હાઈ પ્રોફાઈલ કૂટણખાના પર દરોડા કર્યા હતા. આ દરોડામાં બે ગ્રાહક અને હોટેલ માલિકને ઝડપી પાડયા હતા. પોલીસને જોઈ ભાગી છૂટેલા હોટેલ મેનેજર અને દલાલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જહાંગીરપુરા પોલીસને ગત 23મીના રોજ એક કોલ આવ્યો હતો કે, પેવેલિયન કોમ્પલેક્ષનાં 4 માળે કૂટણખાનું ચાલી રહ્યું છે.પોલીસે આ કોલને આધારે પેવેલિયન કોમ્પલેક્ષના ચોથા માળે આવેલી હોટેલ જી રોયમાં દરોડા પાડ્યા હતા.

પોલીસે દરોડા દરમિયાન હોટેલ માલિક અશોકભાઈ દત્તુભાઈ મ્હસકર (ઉ.57,રહે.સુભાષ નગર લીંબાયત)ને ઝડપી પાડ્યો હતો.હોટેલમાં 7 રૂમો બનાવાયા હતા.હોટેલ માલિક સાથે આ તમામ રૂમો ચેક કરતા એક રેસ્ટ રૂમ માંથી 4 થાઈ મહિલાઓ મળી આવી હતી.જેમને દેહવ્યાપ્યાર માટે હોટેલમાં લવાઈ હતી.બાદમાં અન્ય એક રૂમમાંથી એક ગ્રાહક મહિલા સાથે કઢંગી હાલતમા મળી આવ્યો હતો.પોલીસે તેનું નામ પૂછતા તેનું નામ ભરત હિંમતભાઈ સાવલિયા પટેલ (ઉ.29,રહે.મહાલક્ષ્મી સોસાયટી,નાના વરાછા)હોવાનું જણાવ્યું હતું.પોલીસને શરીર સુખ માણવા આવેલો અન્ય એક ગ્રાહક અસર કમરૂદ્દીન કાજી (રહે. સંજય નગર ખાલીમાં રેસીડેન્સીની બાજુમાં, જહાંગીરપુરા)ને પણ ઝડપી પાડયો હતો.

પોલીસે મહિલાઓને આ મામલે વધુ પૂછતા તેમણે જણાવ્યું હતું કે, તેઓ હોટેલ માલિક તેમને તેમનાં રહેઠાણ વી આર મોલ પાછળ મગદલ્લાથી હોટેલ પર દેહવ્યાપાર માટે લાવતા લઈ જતા હતા.એક કામના તેઓ ગ્રાહક પાસેથી 3500 થી 3000 હજાર વસુલી તેમને 2 હજાર કમિશન આપતા હતા.રેડ દરમિયાન પોલીસને જોઈ ભાગેલા બે ઈસમો મામલે હોટેલ માલિકને પૂછતા તેમણે એકનું નામ મેનેજર મેક્સી અને હોટેલ રૂમ કિપર ગણપત હોવાનું જણાવ્યુ હતુ.પોલીસે હોટેલ માલિક,બે ગ્રાહકો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.પોલીસે ભાગી છૂટેલા હોટેલ મેનેજર અને રૂમ કિપરને વોન્ટેડ જાહેર કર્યા હતા.પોલીસે રેડ દરમિયાન 5 થાઈ મહિલાઓને મુકત કરાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *