
રાજસ્થાન
પાલી શહેરમાં ભારે ચકચાર મચાવતો એક ગુપ્ત સેક્સ રેકેટ પર્દાફાશ થયો છે. પોલીસે ફિલ્મી ઢભથી ઔદ્યોગિક નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક નિર્જન ઘરમાં દરોડો પાડી ગેરકાયદેસર વેશ્યાવૃત્તિ કરતા એક ગુપ્ત ગેંગને પકડ્યો છે. આ દરોડા દરમિયાન પોલીસને ત્યાંથી બે યુવતીઓ અને છ યુવકો મળી આવ્યા હતા. પોલીસે પૂછપરછ કરતા ખુલાસો થયો કે છેલ્લા એક વર્ષથી બે યુવકો અહીં ગેરકાયદેસર રીતે વેશ્યાવૃત્તિનો ધંધો ચલાવી રહ્યા હતા. આ સમગ્ર પ્રવૃત્તિ વોટ્સએપ ગ્રુપ મારફતે ચાલી રહી હતી, જેમાં યુવકોએ છોકરીઓના ફોટા મોકલી ગ્રાહકોને આકર્ષતા અને તેમને અહીં લાવતા હતા. તેઓ બહારના રાજ્યમાંથી પણ યુવતીઓ લાવતા અને પાલી જેવા શાંત વિસ્તારમાં ગુપ્ત રીતે ધંધો ચલાવતા હતા.
ગ્રાહકો પણ તેઓ જાતે લાવતા અને તે ઘરમાં આખો દિવસ આવજાવ ચાલતી હતી. પોલીસને એક બાતમીદાર દ્વારા માહિતી મળી કે આ જગ્યાએ શંકાસ્પદ હરકત ચાલી રહી છે. ત્યારે પાલી સિટી સીઓને જાણ કરાઈ. તેમને પોતાની ટીમ સાથે તરત કાર્યવાહી કરતા ત્યાં દરોડો પાડી સમગ્ર કૌભાંડનો ભંડાફોડ કર્યો. પોલીસે ઘટનાસ્થળેથી બે મુખ્ય ઓપરેટરો હંસરાજ શાહ (મુંબઈથી) અને કાલુ મેહરત (બેવરથી) ની ધરપકડ કરી છે અને બંનેને PITA એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી માટે લઈ જવાયા છે. આ સમગ્ર કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે અને એક વર્ષથી ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિનો અંત આવ્યો છે. પોઈન્ટ ટુ પોઈન્ટ તપાસ ચાલી રહી છે અને પોલીસ વધુ લોકોને પકડવા માટે સઘન તપાસ કરી રહી છે.