શિવાંશુ સિંહ ,અમદાવાદ અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુખરામનગર વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઈ દુર્ગાશંકર શર્માએ ફેબ્રુઆરી-2025માં વ્યાજખોરો પાસેથી વ્યાજના રૂ.10,000 લીધા હતા.
મારી સાથે આ વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા: ફરિયાદીમહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે તેઓએના મિત્ર અર્જુનભાઈ ગુર્જર દ્વારા વિકાસ ઉર્ફે વિક્કીભાઈ અગ્રવાલ પાસેથી રૂપિયા ઉધાર વ્યાજ ઉપર લીધા હતા.
ચુકવણીમાં વિલંબ થતાં વિકાસ અગ્રવાલ, અર્જુન ગુર્જર અને તેમના ચાર સાગરિતો – અમિત પટેલ, આયન ખાન, રાહુલ અને સંદીપે તેમની ઓફિસ સિદ્ધિ વિનાયક કોમ્પલેક્ષ, ન્યુ કોટન એમારત ખાતે મહેન્દ્રભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો. તેમનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું અને એડવાન્સમાં વ્યાજ તેમજ પેનલ્ટી તરીકે રૂપિયા ૨૦,૦૦૦ ની વસુલાત બળજબરીથી કરવામાં આવી હતી.
યુવકને મારમારીને વીડિયો ઉતાર્યોફરિયાદી મહેન્દ્રએ આરોપ મૂક્યો છે કે, આ વ્યાજખોરોએ તેમને બેસાડી રાખીને ભૂંડી ગાળો ભાંડતા હતા.મને બેરહેમ થઇને ઢોર મોર માર્યો હતો.મને એટલો માર મારવામાં આવ્યો કે મારા મોઢામાં ભાગના 2 દાંત તોડી નાંખવામાં આવ્યો અને તેમનો મોબાઇલ ઉપયોગ કરીને મારમારની ઘટનાનું વીડિયો પણ બનાવવામાં આવ્યું હતો. અંતે, શાંતાબેન નામની મહિલાની મદદથી રૂ.10,000 ચૂકવાયા બાદ તેમને છૂટકારો મળ્યો હતો. હાલમાં, અમરાઇવાડી પોલીસે સમગ્ર મામલે ગંભીરતા દાખવી તપાસ શરૂ કરી છે. આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી.