અમરેલીમાં બાઇકચોરી કરનારી ગેંગ ઝડપાઇ, પોલીસે 24 બાઇક સાથે 5 લોકોને ઝડપ્યા

Spread the love

 

આજે તમે કોઇ જગ્યાએ પાર્કિંગ કરીને જાઓ કે થોડી જ વારમાં તમારું વાહન ચોરી થઇ જાય છે. આ પ્રકારના કિસ્સા આજકાલ ખૂબ જ સાંભળવા મળે છે. ત્યારે અમરેલીમાંથી બાઇક ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. આ ગેંગને ચોરીના 24 બાઇક સાથે ઝડપી લીધા છે. એલસીબીની ટીમે બાઇક ચોરી કરતા 5 લોકોને ઝડપી પાડ્યા છે. આ 5 શખ્સો બે ગેંગના સભ્યો છે. એલસીબીની ટીમને બાઇક ચોરીની બાતમી મળી હતી કે, ત્યારે દામનગર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી 2 ઇસમોને શંકાસ્પદ બાઇક સાથે પકડી પાડ્યા હતા.

આ શખ્સોની સઘન પૂછપરછ કરતા દામનગર, ગારીયાધાર, સુરત, પાલીતાણા વિસ્તારમાંથી મોટર સાયકલોની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. બન્ને ઇસમો પાસેથી ચોરીના બાઇક કબ્જે કરવામાં આવ્યા હતા. જ્યારે સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન 3 શખ્સો ચોરીના બાઇક સંતાડીને રાખ્યા હતા તે જગ્યાએ રેડ પાડી હતી. પોલીસે 20 સંતાડેલા બાઇક સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા.

આ ઝડપાયેલા શખ્સોની સઘન પુછ પરછ કરતા સાવરકુંડલા, મહુવા, તળાજા, અલંગ, બગદાણા વિસ્તારમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત કરી હતી. ત્રણેય શખ્સો પાસેથી ચોરીના બાઇક કબ્જે કરી દામનગર તથા સાવરકુંડલા વિસ્તારમાંથી ચોરીના બાઇક સાથે પકડાયેલ ઇસમો વિરુધ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચોરીના મોટર સાયકલ અંગે દામનગર-૧, ગારીયાધાર-૧, ઉત્રાણ(સુરત)-૧, પાલીતાણા-૧, સાવરકુંડલા ટાઉન-૫, સાવરકુંડલા રૂરલ-૧, મહુવા ટાઉન-૭, મહુવા રૂરલ-૪, તળાજા-૧, અલંગ-૧, બગદાણા-૨ પોલીસ સ્ટેશનમાં રજી. થયેલ કુલ – ૨૫ અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવામાં એલ.સી.બી.

ટીમને સફળતા મળી છે.

આ આરોપીઓ ગુન્હાઓને કઈ રીતે અંજામ આપતા જે પકડાયેલ ઇસમો પૈકી આરોપી ભાવેશ ઉર્ફે જોખમ ભરતભાઈ ચુડાસમા તથા જગદીશ ઉર્ફે બજેડી પ્રવિણભાઇ વાઘેલા રહે.બન્ને જેસર વાળાઓ અગાઉ પણ મોટર સાયકલ ચોરીઓના ગુનાઓમાં પકડાયા હતા. આ આરોપીઓ જાહેર જગ્યા, મોટર સાયકલ પાર્કિંગ થયેલ હોય તેવી જગ્યા અથવા કોઈ પણ રોડ/રસ્તા ઉપર પાર્કિંગ કરેલ હોય, તેવી મોટર સાયકલોને નિશાન બનાવતા હતા. જે મોટર સાયકલમાં હેન્ડલ લોક મારેલ ન હોય તેવા મોટર સાયકલોને પોતાની પાસે રહેલ ડુબલીકેટ ચાવીઓ વડે ચાલુ કરી ચોરી કરતા અને બાદમાં આ મોટર સાયકલની નંબર પ્લેટ કાઢી નાખી તેને વેચી નાંખતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *