ગુજરાતનું કહેવાતું ગામ પાટનગર ગાંધીનગર ખાતે મનપાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે ચૂંટણી લડવા ત્રિપાંખિયો જંગ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા થવાનો છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની યાદી અડધી પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે ત્યારે કુડાસણ જેવા નવા ગાંધીનગર તરીકે પંકાયા વિસ્તારમાં હજુ સ્ટ્રીટ લાઈટ અને સાફ સફાઈ તેમજ નર્મદાનું પાણીના પ્રશ્ને મુદ્દો હજુ સુધી ઉકેલ ન આવતા આખરે વસાહતીઓએ મતદાન ન કરીને વિરોધ દર્શાવતા બોર્ડ મારી દીધા છે ત્યારે સૌપ્રથમ આમ આદમી પાર્ટીના નવયુવાન ચહેરાઓ મેદાનમાં ઉતારી ને સત્તા ન હોવા હોવા છતાં સાફ-સફાઈની ઝુંબેશ આજરોજ ચલાવી હતી.
મનપામાં નવા સમાવિષ્ટ વિસ્તારોમાં ઘણા જ એવા વિસ્તારો છે કે જ્યાં સાફ-સફાઈ થી લઈને અનેક સુવિધાઓનો અભાવ છે વિસ્તાર વ્યાપ વધ્યો પણ પ્રશ્ન એ કોઇ જ લાભ ન મળતા પાંચ વર્ષથી ફરિયાદોનો કજિયો કરે પણ કોઈ ન સાંભળે ત્યારે ચૂંટણી વખતે રામબાણ ઈલાજ પ્રજા એક વાર સાત પ્રશ્નો ના ઘા એક જ વાર મારીને તમામ કામ પૂર્ણ થાય તે માટે મારી દેતી હોય છે ત્યારે બીજા રાજકીય પક્ષો હજુ તો ડોકુ કાઢવા નથી આવ્યા ત્યાં આમ આદમી પાર્ટીના વોર્ડ ૧૦ ના ઉમેદવાર વિરેન્દ્ર સિંહ ગોહિલ, ડો. હાર્દિક તલાટી, સંગીતાબેન પટેલ રૂબરૂ મુલાકાત લઈને જાતે સાફ-સફાઈ નો આરંભ કર્યો હતો ત્યારે આમ આદમી પાર્ટી નું જાડું હવે ગાંધીનગરમાં ફરશે અને નીચેથી ઉપર સુધી નો સાફ-સફાઈ નો ધ્યેય સાથે જોડાયા હોવાની વાત વિરેન્દ્ર સિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી