જીજે ૧૮ એવા ગાંધીનગર સર્કિટ હાઉસમાં મોટાભાગના મંત્રીઓ, ધારાસભ્યો, અધિકારીઓ બહારથી આવ્યા હોય તેમને રહેવા માટેની સગવડરૂપી સર્કિટ હાઉસ બનાવાવમાં આવ્યા છે ત્યારે કોરોનાનો બ્લાસ્ટ સર્કિટ હાઉસમાં મેનેજરથી લઈને સ્ટાફને થતાં ૧૪ થી વધારે કર્મચારીઓ કોરોના પોઝિટીવ આવતા ચર્ચાનો વિષય બન્યો છે. કોરોના પોઝિટીવ આટલા બધા કર્મચારીઓ આવતા હાલ સર્કિટ હાઉસની કામગીરીમાં ભારે અવરોધ સંખ્યા ઓછી થતાં કામગીરીમાં તકલીફ પડી રહી છએ ત્યારે હવે અહીંયા મંત્રીઓથી લઈને ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ કોરોનાથી પ્રભાવિત થાય તો નવાઈ નહીં.