મોરબી-કચ્છ હાઈવે પર અકસ્માત:
ટ્રક-ટ્રેલરની ટક્કરથી બાઇક સવાર વૃદ્ધનું મોત, પોલીસે તપાસ શરૂ કરી

મોરબી-કચ્છ
મોરબી-કચ્છ હાઈવે પર આરામ હોટલ સામે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 60 વર્ષીય વૃદ્ધનું મોત નિપજ્યું છે. માળિયા મીયાણાના નવા હંજીયાસર મોવરવાસના રહેવાસી સિદ્દીકભાઈ ગગાભાઈ જેડા પોતાના બાઇક નંબર GJ-36-AH-3772 પર માળિયા તરફ ખરીદી કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ટ્રક ટ્રેલર નંબર GJ-12-BZ-8639એ તેમના બાઇકને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં સિદ્દીકભાઈને માથામાં ગંભીર ઈજાઓ થવાથી તેમનું મૃત્યુ થયું હતું. મૃતકના પુત્ર અનવરભાઈ સિદ્દીકભાઈ જેડા (31)એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી લીધો છે અને આરોપીની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે.