
છોટા ઉદેપુર નગરપાલિકાએ શહેરમાં દબાણ મુક્ત અભિયાન હાથ ધર્યું છે. નગરપાલિકાએ એસટી ડેપોથી ક્લબ રોડ સુધીના વિસ્તારમાંથી 100થી વધુ કાચા દબાણો દૂર કર્યા છે. નગરપાલિકાએ આ કામગીરી માટે અગાઉથી મૌખિક અને લેખિત નોટિસ આપી હતી. છતાં દબાણકર્તાઓએ દબાણો દૂર ન કરતા નગરપાલિકાએ કાર્યવાહી કરી. દબાણો હટાવવાની કામગીરી દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. નગરપાલિકાના કર્મચારીઓએ JCB મશીનની મદદથી રસ્તા પરના તમામ નડતરરૂપ દબાણો દૂર કર્યા. છેલ્લા કેટલાક દિવસોથી નગરપાલિકા શહેરમાંથી દબાણો દૂર કરવાની કામગીરી કરી રહી છે. અગાઉ પણ કેટલાક વિસ્તારોમાંથી દબાણો હટાવવામાં આવ્યા હતા.