સ્પોન્સરોએ હાથ અધ્ધર કરી દેતાં મંદીનો ગરમાવો ગરબામાં જોવાશે

Spread the love

ગુજરાતમાં મા અંબાના ૯ દિવસ આરતી બાદ ગરબાઓનું આયોજન થતું હોય છે ત્યારે ગરબા આયોજકો મોટાભાગના એકબીજાના કંધા ઉપર ગોળી ફોડીને ગરબાની વાહ વાહી લેતા હોય છે. ત્યારે પાટનગરથી લઈને અમદાવાદમાં યોજાતા ગરબા ફિક્કા રહે તેવી શક્યતા જોવાઈ રહી છએ ત્યારે ગરબા આયોજકો હવે આપ બળે આયોજન કરવાનું હવે ભારે પડી રહ્યું છે. દર વખતે ગરબા આયોજકોને સ્પોન્સર મળી જતા હતા ત્યારે હવે સ્પોન્સરે હાથ અધ્ધર કરીને ઠેંગો બતાવતા ગરબા આયોજકોની મુંઝવણ ખાસી વધી ગઈ છે ત્યારે દેશમાં કારમી મંદી અને બિલ્ડર લોબીથી લઈને અનેક ઈન્ડસ્ટ્રીઝ મંદીમા ગરકાવ થતા મુખ્ય કંપનીના માંધાતાઓ અને બિલ્ડરોએ સ્પોન્સર બનવાથી દૂર થઈ રહ્યાં છે.

ત્યારે હવે ગરબા આયોજકોને જે સ્ટોલ અને રાજકીય આગેવાનોને બોલાવીને વાહ વાહી કરીને ભેગુ કરવું પડે અથવા તો તેમના ફોન કરાવીને દબાણ કરવા પણ તખ્તો ગોઠવાઈ રહ્યો છે ત્યારે નાણાં જ ન હોય તો અને ભારે મંદીનો સામનો તમામ કરતા હોવાથી હવે ગમે તેવી ફોર્મ્યુલા અજમાવે પણ કારગત નીવડી શકે તેમ નથી. અમદાવાદથી લઈને ગાંધીનગરમાં અનેક ગરબા આયોજકોનં મંદીના વાદળો ઘેરાયા છે ત્યારે મુખ્ય વધારે આયોજકો બિલ્ડર લોબીના અને ઈન્ડસ્ટ્રીઝમાંથી આવતા હોય છે ત્યારે આ ઈન્ડસ્ટ્રીઝના મુખ્ય માલિકો અને એમડીની સૂચનાથી કોઈ હમણાં ફંડ વાપરવું નહીં અને ફંડ પણ મોકલવામાં ન આવતા અને કડક સૂચના મળતા દર વર્ષે લાખોનું ફંડ આપીને પોતાની જાહેરાત કરીને સ્પોન્સર બનતા બિલ્ડરો પણ હવે દૂર થઈ ગયા છે ત્યારે નોરતા બાદ આવનારી દિવાળી પણ કેવી જશે તેનો અત્યારથી જ ચિતાર લગાવવો જરૂરી છે કંપની તથા બિલ્ડરોની અનેક જાહેરાતો આપવા છતાં મકાનો, દુકાનો ન વેચાતા અને પૂછતાછ પણ ન રહેતા ભારે મંદીનો સામનો હવે બિલ્ડરો કરી રહ્યં છે ત્યારે ગરબા આયોજકો હવે સ્પોન્સરનો ખસી જતા નાના સ્ટોલ પર ઊંચુ ભાડુ ઉઘરાવીને ગમે તેમ ગાડુ ગબડાવવા પ્રયાસ કર્યા છે પણ ૯ દિવસના નોરતામાં ૨ દિવસ ભીડ નથી અને પછી જે ભીડ થાય તેમાં પણ ટિકિટનું એટલું વેચાણ ન થતાં નુકસાનમાં જાય તેવી ભીતી જાવાઈ રહી છે ત્યારે આ ગરબા આયોજકોને નુકસાન થતુ તેમાં બચાવ જે મોટો હોય તો તે સ્પોન્સરો હતા તે ન રહેતા ટેન્શન બની ગયું છે ત્યારે હવે શું કરવું તેની મથામણ ચાલી રહી છે. ગરબા આયોજકો જે જગ્યાએ ભાડે રાખી છે તેમાં તો હવે જગ્યા વધુ મળવાની શક્યતા ઓછી છે ત્યારે હવે વેપારીઓ, સ્ટોલ ધારકોને પણ મોંઘા ભાડા પોષાય તેમ નથી એમઆરપીથી વધારે કિંમત ન લેવાથી કમાવું પણ શું. તેવું વેપારીઓમાં ગણગણાટ જાવા મળી રહ્યો છે ત્યારે મુખ્ય એવા સ્પોન્સરોએ હાથ અધ્ધર કરી દેતા ગરબા આયોજકો વિસામણમાં મુકાઈ ગયા છે જે દર વર્ષે રકમ આવતી હતી તેમાં મોટો ખાડો ગણે ખાંચરો અનેક આયોજક ધમપછાડા કરી રહ્યાં છે પણ અત્યારે તો હાલના લાખના ૧૨ હજાર થાય તેવી શક્યતાઓ જાવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com