ગુજરાત રાજ્યમાં ૨૨ વર્ષથી એકહથ્થુ શાસનની ધુરા ભાજપ સંભાળી રહ્યું છે ત્યારે રાજ્યના વિકાસ માટે લાખો નહીં પણ કરોડોની ગ્રાંટ બોર્ડ નિગમથી લઈને અન્ય નગરપાલિકાઓને પણ ફાળવવામાં આવે છે ત્યારે સરકારે સારા ઉદ્દેશ્યથી જ બોર્ડ નિગમો બનાવીને પ્રજાના કાર્યો થાય અને પ્રજાના પ્રશ્નોની હાડમારી ઘટે તેવા ઉદ્દેશ્યથી ચેરમેનથી લઈને ઉપાધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા છે પણ ઘણીવાર ડોળા ચારે તેમ ધઅકિારીઓ જે પુળો નાંખે તેમ હોદ્દેદારો પણ બળદની જેમ ડોકા નમાવતા હોય છે. ત્યારે સરકારે લાખો નહીં પણ કરોડો બોર્ડ નિગમ પાછળ ખર્ચીને તે હેતુથી પુસ્તકો, લીટરેચરો, હો‹ડગ્સથી લઈને અનેક કેલેન્ડરોથી લઈને ડાયરીઓ પણ છપાવતા હોય છે ત્યારે સરકારને બતાવવાનો ઉદ્દેશ્ય સારો અને છપામણી કરીને પસ્તી ભંડારમાં પધરાવીને કરોડોનો ધુમાડો કરાવનો હોય તો આ સરકારી ઉચ્ચ બાબુઓ પાસેથી શીખવા જેવું છે પહેલા સરકારી બાબુઓ રિટાયર્ડ થાય ત્યારે લાખોપતિ કહેવાતા હતા અને હવે કરોડપતિ નહીં પણ અબજાપતિ બની ગયા છે ત્યારે અનેક બોર્ડ નિગમોમાં એક બોર્ડ જે સરકારે રચ્યુ છે તે યાત્રાધામ વિકાસ બોર્ડના બદલે પસ્તી ભંડાર વિકાસ બોર્ડ બની ગયું છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના યાત્રાધામનો વિકાસ થાય અને અન્ય રાજ્યોમાંથી લોકો અહીંયા દર્શન કરવા આવે અને લોકોને પણ રોજગારી મળે તેવા સારા ઉદ્દેશ્યથી રાજ્ય સરકારે આ બોર્ડની રચના કરી હતી ત્યારે લાખો નહીં પણ કરોડોનો વહીવટ આ બોર્ડ કરી રહ્યું છે આ બોર્ડ દ્વારા કરોડો જે ખર્ચવામાં આવ્યા છે તેમાં મોટાભાગના લીટરેચર, પુસ્તકો, પત્રિકામાં બેફામ વાપરીને ફક્ત પસ્તી જ ભેગી કરી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મુખ્યમંત્રીથી લઈને ડેપ્યુટી મુખ્યમંત્રીના ફોટાઓ અને હાલના રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવેના ફોટા સાથેના અનેક લીટરેચરો ગોદામમાં સડી રહ્યાં છે. ખરેખર આ લીટરેચરો જા આટલી મોટી સંખ્યામાં છપાવવાનું કારણ શું. શું પસ્તી ભેગી કરવા કે પછી મોટા મસ તગડા બિલો બનાવીને ભ્રષ્ટાચાર કરવા. અત્યારે આ મોટાભાગના લીટરેચરો, પત્રિકાઓ, બોર્ડ તમામ જુના સચિવાલય ખાતે આવેલા બ્લોડ નં.૬ ના ગોદામમાં ધૂળ ખાઈ રહ્યાં છે. હા ઉદ્દેશ્ય જા સારો હોય અને પબ્લિકને જાણકારી મળે તે માટે આટલા બધા લીટરેચરો, પત્રિકાઓ છપાવી હોય તો પબ્લિક સુધી સરકારના કામોની બુકલેટો કેમ ન પહોંચી? સરકારી
ઉચ્ચ બાબુઓ ભ્રષ્ટાચારમાં મોટો ભરડો લીધો હોય તેમ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને અપવિત્ર કરીને પસ્તી ભંડાર બોર્ડ બનાવી દીધું છે. પ્રજાના કરોડોનું પાણી થઈ રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી પોતે બે હાથે નહીં પણ ચાર હાથે ગુજરાતના વિકાસ માટે અને પ્રજાને હાલાકી ન પડે તે હેતુથી કરોડોની ગ્રાંટ ફાળવે છે ત્યારે આ બાબુઓ કરોડની ગ્રાંટ કેવી રીતે ઉડાડી દેવી અને ખર્ચ કઈ રીતે બતાવવો તેમાં ભારે શુરવીર હોય છે. ત્યારે અગાઉ મહેન્ત્ર ત્રિવેદી ચેરમેન હતાં અને રાજુ ધ્રુવ પોતે ઉપાધ્યક્ષ હતા ત્યારના આ લીટરેચરો છ કે એ પહેલાના તે તપાસનો વિષય છે. પ્રજાના પૈસાનો ધુમાડો કરીને પ્રજા સુધી જ તેના માહિતી ન પહોંચાડાતી હોય અને ગોડાઉનમાં પસ્તી ભંડાર કેન્દ્ર ખોલવાનું હોય તો પછી આ લીટરેચરોની જરૂર ખરી. મુખ્યમંત્રી તથા ડેપ્યુટી મુખ્યમંત્રી એ આ બાબતે સઘન ચેકિંગ કરવાની જરૂર છે. પ્રજાના પરસેવાના કરોડો રૂપિયા ઓગળી જતા અને વિકાસના નામે મીડું બનાવતા આવા તત્વો સામે પણ લોકો રોષની લાગણી જાઈ રહ્યાં છે.