
શહેરના વસ્ત્રાલ વોર્ડમાં આવેલા પોકેટ-2,3 અને 4 માં જુદા-જુદા વિસ્તારમાં ડ્રેનેજ લાઈન સ્ટ્રોમ વોટર લાઈન કેચપીટ સહિતની સમસ્યાઓ છેલ્લા કટેલાય સમયથી છે. આ સમસ્યાઓના નિકાલ માટે મ્યુનિ દ્વારા રૂ.25 લાખનો ખર્ચ કરવાનું આયોજન કરાયું છે. ઉપરાંત વિવિધ આંગણવાડી,ગાર્ડન,ઓડિટોરિયમ હોલ અને અન્ય મ્યુનિ બિલ્ડીગોનો રીપેરીંગ માટે માટે પણ રૂ.25 લાખનો ખર્ચ કરવાનું મ્યુનિ.એ નક્કી કર્યું છે. એટલે આગામી દિવસોમાં વસ્ત્રાલ વોર્ડના વિવિધ વિસ્તારોમાં કુલ રૂ.50 લાખના ખર્ચે ડ્રેનેજ લાઈન,ગાર્ડન,આંગણવાડી સહિતની સમસ્યાઓના નિકાલ માટે માટેની વિવિધ કામગીરી કરાશે.
મ્યુનિ.ના જણાવ્યા મુજબ,વોર્ડમાં પોકેટ-2 મેટ્રો રોડની ડાબી બાજુથી તક્ષશિલા રોડ સુધીના વિસ્તારમાં તથા અન્ય જગ્યાએ ડ્રેનેજ લાઈન,સ્ટ્રોમ વોટર લાઈન રીપેરીંગ, મશીન હોલ,કેચપીટ,ચેબ્બર રીપેરીંગ તથા શીટ કવર બદલવાના કામ માટે રૂ.5 લાખનો ખર્ચ કરાશે. જ્યારે વોર્ડમાં પોકેટ-3 અને 4 માં તથા અન્ય જગ્યાએ ડ્રેનેજ લાઈન,સ્ટ્રોમ વોટર લાઈન રીપેરીંગ,મશીન હોલ,કેચપીટ,ચેમ્બર રીપેરીંગ તથા શીટ કવર બદલવાના કામ માટે રૂ.10 લાખનો ખર્ચાશે. તેવી જ રીતે વોર્ડમાં પોકેટ-3 અને 4 માં તથા અન્ય જગ્યાએ ડ્રેનેજ લાઈન,સ્ટ્રોમ વોટર લાઈન પરના મશીન હોલ,કેચપીટ રેઈઝીંગ,રીપેરીંગ નવી પદ્ધતિથી કરવાના કામ માટે રૂ.10 લાખ ખર્ચ કરવામાં આવશે.
ઉપરાંત વોર્ડમાં પોકેટ-1,2,3,4 તેમજ અન્ય જુદી જુદી જગ્યાઓએ આવેલા મ્યુનિ.ના બિલ્ડીંગોમાં જરૂરિયાત મુજબ રીપેરીંગ કરવા માટે રૂ.10 લાખ, જુદી જુદી આંગણવાડીઓ,ઓડિટોરિયમ હોલ અને અન્ય મ્યુનિ બિલ્ડીગોનો રીપેરીંગ માટે રૂ.10 લાખનો ખર્ચ કરાશે. જ્યારે જુદા જુદા મ્યુનિ.ગાર્ડન તેમજ અન્ય મ્યુનિ.બિલ્ડીંગોમાં રીપેરીંગ માટે પણ રૂ.5 લાખનો ખર્ચ કરાશે. વોર્ડમાં પોકેટ-1,2,3,4 તથા જુદી જુદી જગ્યાએ સોસાયટીઓમાં,ગામતળ એરિયા તેમજ અન્ય જગ્યાઓએ જરૂરિયાત મુજબ વિવિધ બજેટમાંથી દિશા સુચક બાર્ડ લગાવવા અને જુના બોર્ડ રીપેરીંગ કરવા માટે રૂ.10 લાખ ખર્ચ કરાશે.
વસ્ત્રાલ વોર્ડમાં પોકેટ-1,2,3,4 તથા અન્ય જુદી જુદી જગ્યાએ ચોમાસાની ઋતુમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે તથા સીસીઆરએસની આવતી ફરિયાદ અને પાણીના નિકાલ માટે ગલી એમ્ટીએર સપ્લાય કરવાના કામ માટે રૂ.10 લાખનો ખર્ચ કરાશે. જ્યારે પોકેટ-1 અને 2 તથા અન્ય જગ્યાએ સીસીઆરએસમાં આવતી તથા અન્ય ફરિયાદોના અનુસંધાને જરૂરી ફુટપાથ પેવર બ્લોક રીપેરીંગ, કર્બ રીપેરીંગ તથા જુના જર્જરિત બ્લોકની બદલે નવી ફુટપાથ બનાવવાના કામ અને જરૂરી કામ માટે રૂ.10 લાખ ખર્ચ કરાશે. તેમજ વોર્ડમાં પોકેટ-1, 2 અને 3 માં અન્ય જગ્યાએ ટીપી રોડ પર, ગામતળ એરિયાામાં હેન્ડ લેઈંગ પેચવર્ક તથા અન્ય કામગીરી કરવા માટે રૂ.15 લાખ ખર્ચ કરાશે.