નવી દિલ્હી ખાતે સહકારી આર્થિક માળખા પર ઉચ્ચ સ્તરીય રાષ્ટ્રીય રાઉન્ડ ટેબલ બેઠકનું આયોજન

Spread the love

ગ્રામીણ વિકાસ, સામાજિક સમાનતા અને સમાવિષ્ટી નીતિઓ પર નવીન પહેલ પ્રશંસનીય છે : સહકારી વસ્તુ અને આર્થિક ક્ષેત્રો દ્વારા સહકારી આર્થિક માળખા પર યોજાયેલી ઉચ્ચ સ્તરીય રાષ્ટ્રીય રાઉન્ડ ટેબલ બેઠક અભિનંદનયોગ્ય છે :સહકારી શિક્ષણ અને સામાજિક નેતૃત્વના ક્ષેત્રમાં આગવી કામગીરી બદલ વિશિષ્ટ વ્યક્તિઓર્ને રાષ્ટ્રીય પુરસ્કારોથી નવાજવામાં આવ્યા : દિલીપ સંઘાણી

નવી દિલ્હી

ICAR-રાષ્ટ્રીય કૃષિ અર્થશાસ્ત્ર અને નીતિ સંશોધન સંસ્થાન, નવી દિલ્હી ખાતેે “સહકારી વસ્તુ અને આર્થિક ક્ષેત્રો દ્વારા સહકારી આર્થિક માળખું” વિષયક એક ઉચ્ચ સ્તરીય રાષ્ટ્રીય રાઉન્ડ ટેબલ બેઠક યોજવામાં આવી. બેઠકની શરૂઆત પેહલગામમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલામાં મોતને ભેટેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ અને આત્માને શાંતિ મળે તે માટેની પ્રાર્થના સાથે કરવામાં આવી.

દિલીપ સંઘાણીએ આ વાત પર ભાર મૂક્યો કે કોઈપણ ક્ષેત્રની સફળતા અને સમૃદ્ધિ માટે ઉત્પાદન, ઉત્પાદનક્ષમતા, ગુણવત્તા અને માર્કેટિંગની મજબૂત વ્યવસ્થા અતિઆવશ્યક છે. આ માટે સંબંધિત ક્ષેત્રોમાં સહકાર, તાલીમ અને યોજનાઓના સ્વરૂપે મજબૂત વ્યવસ્થાઓ ઊભી કરવી જરૂરી છે જેથી દેશના સર્વાંગી વિકાસને વેગ મળે.

આ પ્રસંગે ત્રણ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને વિશિષ્ટ સન્માન આપવામાં આવ્યા

પ્રોફેસર ડૉ. મલ્લિકા કુમારને “રોમાશા પુરસ્કાર ર0રપ”*થી નવાજવામાં આવ્યા. આ સન્માન તેમને સહકારી શિક્ષણમાં તેમના ઊંડા યોગદાન અને સમતામૂલક તથા જ્ઞાનપ્રેરિત સમાજના નિર્માણ પ્રત્યે તેમની સતત પ્રતિબદ્ધતા બદલ આપવામાં આવ્યું.

ડૉ. ઉમાકાંત દાસને “LVS પબ્લિક પોલિસી ૨૦૨૫ લાઇફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ”*થી નવાજવામાં આવ્યા. જાહેર નીતિ, સામાજિક સમાનતા અને ગ્રામ્ય વિકાસ પ્રત્યે તેમના આયુષ્યભરના સમર્પણને આ એવોર્ડ દ્વારા માન્યતા આપવામાં આવી.

આ મહત્વપૂર્ણ બેઠકમાં દેશભરના નિષ્ણાતો અને નીતિ-નિર્માતાઓએ ભાગ લીધો. ICARના નિદેશક ડૉ. પી. એસ. બિર્થીલ, ઈફ્કોના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. યુ. એસ. અવસ્થિ, નિદેશક શ્રી પ્રહલાદસિંહ, શ્રી જગદીપસિંહ નકઈ, નીતિ આયોગના શ્રી કમલ ત્રિપાઠી, માર્કેટિંગ ડિરેક્ટર શ્રી યોગેન્દ્રકુમાર, MSP કમિટીના શ્રી વિનોદ આનંદ, IRMAના નિદેશક ડૉ. ઉમાકાંત દાસ અને પ્રોફેસર ડૉ. મલ્લિકા કુમાર સહિત અનેક વિશિષ્ટ મહેમાનો હાજર રહ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *