કુદરતી આપદાઓમાં વારંવાર બરબાદ થતા ખેડૂતો- ખેતીને બચાવવા માટે પાક વીમા યોજના ચાલુ કરો : ૧૪ જેટલા મૃતકના પરિવારજનોને ૧૦ લાખ લેખે સહાય આપો : વાવાઝોડા- વરસાદની આગાહી હોવા છતાં સરકારી તંત્રએ આગોતરા આયોજન- સાવચેતી ન રાખીને ૧૪ લોકોના જીવ ગયા. – અમિત ચાવડા
ગાંધીનગર
વિધાનસભા ખાતે વિપક્ષ નેતાશ્રી અમિતભાઈ ચાવડાએ પ્રેસ-મીડિયાને સંબોધન કરતા જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી જે રીતે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, વાવાઝોડું આવી રહ્યું છે. કમોસમી વરસાદ અને કરા પડવાને કારણે મોટા પ્રમાણમાં જાનહાની પણ થઇ છે, માલ મિલકતને નુકસાન પણ થયું છે અને ખેતીમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન નોધાયુ છે. ઘણા દિવસોથી આગોતરી આગાહી હતી કે વરસાદ પડશે, પુરજોશથી પવન ફુકાશે, વાવાઝોડું આવશે. સરકારે ખાલી હવામાન વિભાગે કરેલી આગાહી દ્વારા સંતોષ માન્યો પણ જે સરકારી તંત્ર દ્વારા જે આગોતરી તૈયારી થવી જોઈએ, લોકોને સાવચેત કરવા જોઈએ અને પુરતી જાગૃતિ માટેના અને જાનહાની ના થાય એવા પ્રયત્નો કરવા જોઈએ પણ દુ:ખ સાથે કહેવું પડે કે સરકારે કોઈ આગોતરી તૈયારીઓ કે લોકોને સાવચેતના કર્યા જેના કારણે આ વાવઝોડા– કમોસમી વરસાદને કારણે ૧૪ જેટલા લોકોના મોત થયા છે. લગભગ ૪ મહિલા અને ૧૦ પુરુષોના આમાં નિર્દોષ રીતે મોત થયા. આખા ગુજરાતમાં જે રીતે ભારે સુસવાટા સાથે પવન ફુકાયો, વાવાઝોડાની સ્થિતિ થઇ અને જે કરા સાથે વરસાદ પડ્યો આ કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને ખુબ વ્યાપક નુકસાન થયું છે. જે ઉનાળુ પાક છે બાજરી, જુવાર, મકાઈ, મગ કે અન્ય જે ઉનાળુ પાકો ખેતરમાં તૈયાર હતા એને પણ વ્યાપક નુકસાન થયું છે. અનેક વિસ્તારોમાં એપી.એમ.સીઓમાં જે ખેડૂતો પોતાનો તૈયાર માલ વેચવા માટે આવ્યા અને ત્યાં જે ઢગલા કર્યા હતા ત્યાં પણ વરસાદને કારણે તૈયાર પાક પણ પલળી ગયો અને ખુબ મોટું નુકસાન થયું છે.
ગુજરાતમાં કેરીનું વાવેતર ખુબ મોટા પ્રમાણમાં હોય અને એમાં શરૂઆતના સમયમાં કુદરતી જે વાતાવરણ થયું અને એનો મોર આવવામાં જે નુકસાન થયું ત્યારે પણ ખેડૂતોની રજુઆત હતી કે કેરીમાં ખુબ મોટું નુકસાન થવાનું છે, તો સરકાર અમને સહાય આપે પણ ત્યારે સરકારે કોઈ સહાય ના આપી અને આજે વાવાઝોડું અને કમોસમી વરસાદ આવ્યો એનાથી કેટલાય વિસ્તારમાં જે કેરીઓ તૈયાર હતી તે પણ તૂટી ગઈ અને મોટા પ્રમાણમાં બાગાયતી પાકોને નુકશાન થયું છે. જામફળ અને અન્ય પાકોના પણ જે ફૂલ બેસવાનો સમય હતો એમાં પણ ખેડૂતોને નુકસાન થયું છે. શ્રી અમિત ચાવડાએ જણાવ્યું કે રાજ્યના અનેક વિસ્તારોમાં ક્યાંક ઘરો પરથી સોલાર પેનલો તૂટીને પડી, કેટલી જગ્યાએ હોડીગ્સો તૂટીને પડ્યા, કેટલીક જગ્યાએ ઝાડ પડવાને કારણે માલ-મિલકતને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે સરકાર પાસે અમે માંગણી કરીએ છે કે હજુ પણ આગાહી છે કે આવનારા દિવસોમાં પણ વાવાઝોડું પવન ફુકાશે, કમોસમી વરસાદ પણ થવાની શક્યતાઓ છે. સરકારે વાવાઝોડું આવે, કમોસમી વરસાદ થાય ત્યાર પછી ટોલફ્રી નંબર જાહેર કરે એના બદલે જો આગોતરી તૈયારી કરે હજી પણ તૈયારી કરે તંત્રને સાબદું કરે, તંત્રને તૈયાર કરીને લોકોને જાગૃત કરે તો આવનારા દિવસોમાં પણ જાનહાની ના થાય અને તેની પુરતી તકેદારી સરકાર રાખે તેવી વિનંતી કરીએ છીએ.
વધુમાં શ્રી અમિત ચાવડાએ જણાવ્યું કે રાજ્યમાં ભારે વરસાદને કારણે ૧૪ જેટલા લોકોના મૃત્યુ થયા છે તે ખુબ જ દુ:ખદ ઘટના છે તેમના પરિવાર પર ના સહન થઇ શકે તેવી સ્થિતિ છે ત્યારે સરકાર તાત્કાલિક આ મૃતકોના પરિવારોને ૧૦ લાખ રૂપિયાની સહાય જાહેર કરે. જે પણ ઘાયલ લોકો છે એને પણ સરકારી ખર્ચે સારવાર મળવી જોઈએ, ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે ખેડૂતો પાયમાલ થયા છે એવા તમામ વિસ્તારોમાં ખેતીના નુકસાનીનો સર્વે કરાવી અને એના માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગણી કરીએ છીએ. અનેક જગ્યાએ માલ મિલકતોને પણ નુકસાન થયું છે તો એનો પણ સર્વે કરી જે લોકોને માલ મિલકતનું નુકસાન થયું છે એને પણ સહાય માટેની વ્યવસ્થા સરકાર કરે તેવી માંગણી કરીએ છીએ.
અમિત ચાવડા દ્વારા મુખ્યમંત્રીશ્રીને પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે, અને આ સહાય તાત્કાલિક મળે તેવી વિનંતી સાથે માંગણી પણ કરી છે. પણ ગુજરાતમાં ૨૦૨૦થી પાક વીમા યોજના બંધ કરવામાં આવી છે. એક સમય એવો હતો કે પાક વીમા યોજનામાં જે પણ પ્રીમીયમ ભરવાનું થાય તો કેન્દ્ર સરકાર ૫૦ ટકા રકમ ભરે અને ૫૦ ટકા રકમ રાજ્ય સરકાર ભરે. ૨૦૨૦ પહેલા જોઈએ તો દર વર્ષે ૨૦૦૦ કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર પ્રીમીયમ પેટે આપતી, ૨૦૦૦ કરોડ રૂપિયા રાજ્ય સરકાર પ્રીમીયમ પેટે આપતી પણ ૨૦૨૦થી જ્યારથી આ પાક વીમા યોજના બંધ કરવામાં આવી છે અને બીજી બાજુ સતત કમોસમી વરસાદ હોય, વાવાઝોડું, અતિવૃષ્ટિ, કુદરતી આફતો દર વર્ષે આવવાની શરૂઆત થઇ અને ખેડૂતોને દર વર્ષે મોટું નુકસાન થાય ત્યારે ખેડૂતો ભગવાન ભરોસે આજે ગુજરાતમાં છે.
દર વર્ષે સરકાર નજીવું પેકેજ જાહેર કરી સહાય આપીને વાહવાહી કરે પણ ખેડૂતોને સાચા અર્થમાં ખેડૂતોને જે પાક વિમાનો લાભ મળવો જોઈએ તે મળતો નથી. અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે જો પહેલા ૨૦૦૦ કરોડ રૂ. કેન્દ્ર સરકાર આપતી હોય ૨૦૦૦ કરોડ રૂ. રાજ્ય સરકાર પ્રીમીયમ પેટે ફાળવતી હોય તો શું કામ એવું કોર્પસ ફંડ ઉભું નથી કરવામાં આવતું કે ખેડૂતો કુદરતી આફતોમાં જયારે પણ નુકસાન થાય તો દર વર્ષ આવા એક ફંડમાંથી જયારે નુકસાની થઇ હોય તો તરત જ એને પુરતું વળતર સહાય મળી શકે. ત્યારે સરકાર પાસે માંગણી કરીએ છીએ, રાજ્ય સરકાર પોતાની પાક વીમા યોજના તાત્કાલિક શરુ કરે અથવા તાત્કાલિક ધોરણે કોર્પસ ફંડ ઉભું કરીને અને આવી જયારે જ્યારે કુદરતી આફતો આવે ત્યારે ખેડૂતોને ભગવાન ભરોસે છોડવાને બદલે એને જેટલું નુકસાન થાય તેટલું તેને વળતર મળી રહે એ માટે વ્યવસ્થા ઉભી કરે એવી માંગણી કરીએ છીએ.
