
ભારતના ઓપરેશન સિંદૂર બાદ જાણે પાકિસ્તાનની દશા બેઠી છે. હાલ પાકિસ્તાનમાં એ હદે ખૌફનો માહોલ છે કે ત્યાંથી વારંવાર ધડાકાના સમાચાર સામે આવી રહ્યા છે. આ કડીમાં મોટા સમાચાર સામે આવ્યા છે. દાવો થઈ રહ્યો છે કે પાકિસ્તાનના કરાચીમાં જોરદાર ધડાકો થયો છે. આ ધડાકો લાહોરમાં થયેલા ધડાકાના ગણતરીના કલાકો બાદ થયો છે. ગુરુવારના રોજ બપોરે આ ધડાકો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. કેટલાક સ્થાનિક સ્ત્રોતો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સે મિસાઈલ હુમલા તરીકે દાવો કર્યો છે. તો કેટલાક રિપોર્ટ્સમાં ડ્રોન હુમલા કહેવાઈ રહ્યા છે. આ ઘટના ભારતના ઓપરેશન સિંદૂરની કાર્યવાહી બાદ વધતા તણાવ વચ્ચે થઈ છે. આ અંગે જલદી અધિકૃત રીતે પુષ્ટિ થઈ શકે છે.
અસલમાં આ ધડાકા ત્યારે થયા જ્યારે ફક્ત એક કે બે કલાક પહેલા લાહોરમાં પણ તેજ ધડાકા થયા હતા. લાહોરમાં એક પછી એક 3 ધડાકા થયા. જો કે કરાચીમાં એક ધડાકો થયો છે. એવા સમાચાર આવી રહ્યા છે કે સમગ્ર કરાચીમાં સાયરન વાગી રહી છે અને શહેરના અનેક વિસ્તારોને એલર્ટ કરાયા છે. હજુ સુધી પાકિસ્તાનના અધિકારીઓ કે સેના તરફથી આ ધડાકા અંગે કોઈ પુષ્ટિ થઈ નથી. જો કે પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં એવું જરૂર કહેવાયું છે કે વિસ્તારમાં સુરક્ષાદળો તૈનાત છે અને નાગરિકોને નજીક જતા રોકવામાં આવી રહ્યા છે. ધડાકા બાદ કરાચીમાં એલર્ટની જાહેરાત કરાઈ હોવાની ખબરો છે અને સ્થાનિક લોકોમાં ડરનો માહોલ હોવાનું કહેવાય છે.
અત્રે જણાવવાનું કે ભારતના એક્શન બાદ પાકિસ્તાનમાં સિરિયલ બ્લાસ્ટના અહેવાલ સામે આવી રહ્યા છે. પાકિસ્તાનમાં એક બાદ એક ધડાકાઓ થવાની માહિતી છે. સૂત્રો અનુસાર લાહૌર, રાવલપિંડી સહિત 9 જગ્યાએ થયાં બ્લાસ્ટ થયા હોવાની પણ ચર્ચાઓ છે. પંજાબના શેખપુરા, સિંધ-પંજાબ બોર્ડર, ઘોટકી અને ચકવાલમાં પણ બ્લાસ્ટ થયા હોવાનું કહેવાય છે. જો કે આ અંગે હજુ કોઈ અધિકૃત પુષ્ટિ થઈ નથી.