ગાંધીનગર જિલ્લામાં ધોરણ-10નું શ્રેષ્ઠ પરિણામ

Spread the love

 

તાજેતરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12ની સાયન્સ, આર્ટસ અને કોમર્સ સ્ટ્રીમનું એકસાથે પરિણામ જાહેર કરી દેવાયું હતું. ત્યારે હવે આજે ધોરણ-10ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. આ વર્ષનું રાજયનું કુલ 83.08 ટકા પરિણામ જાહેર થયું છે. ત્યારે ગાંધીનગર જિલ્લાનું સત્તાવાર રીતે 87.23 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લામાં 805 વિદ્યાર્થીઓએ એ – 1 ગ્રેડ હાંસલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 87.22 ટકા પરિણામ રહ્યું હતું. જેમાં કુલ 25 હજાર 804 વિધાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. જે પૈકી 608 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ હાંસલ કર્યો હતો.
ધોરણ – 10 ની બોર્ડની પરીક્ષા આપનાર લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. રાજયનું ઓવરઓલ પરિણામ 83.08 ટકા જાહેર કરવામાં આવ્યું છે. જે અન્વયે ગાંધીનગર જિલ્લાનું સૌથી વધુ 87.44 ટકા પરિણામ બોર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લાની વાત કરીએ તો ધોરણ – 10 માં કુલ 21 હજાર 803 વિધાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. જે મુજબ 805 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ, 2822 વિદ્યાર્થીઓ A2, 4065 વિદ્યાર્થીઓ B1 ગ્રેડ, 4735 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ, 4277 વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ, 2235 વિધાર્થીઓએ c2 ગ્રેડ, 194 વિદ્યાર્થીઓ D ગ્રેડ, 1689 વિદ્યાર્થીઓએ E1 ગ્રેડ, 1059 વિદ્યાર્થીઓએ E2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 19 હજાર 135 EQC પરિણામ મેળવવાની પાત્રતા ધરાવે છે.
બીજી તરફ છેલ્લા પાંચ વર્ષના ગાંધીનગર જિલ્લાના ધોરણ-10ના રિઝલ્ટ ઉપર નજર કરીએ તો વર્ષ 2019માં 71.96, વર્ષ-2020માં 69.23 અને વર્ષ 2022નું 65.83 ટકા, વર્ષ – 2023 માં 68.25 ટકા તેમજ ગત વર્ષ – 2024 માં ગાંધીનગર જિલ્લો 87.22 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યો હતો. ત્યારે આ વર્ષે 2025 માં 87.44 ટકા સત્તાવાર જાહેર થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *