
ગાંધીનગર
ગાંધીનગરમાં વરસાદી માહોલને કારણે વાતાવરણમાં નોંધપાત્ર ઠંડક પ્રસરી ગઈ છે. શહેરમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં પાંચ-પાંચ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. બુધવારે ત્રણ મહિના બાદ મહત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું હતું. આજે ગુરુવારે સવારે 26 ડિગ્રી તાપમાન નોંધાયું છે. દિવસ દરમિયાન ઉચ્ચ તાપમાન 32-33 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. વરસાદની 70 ટકા શક્યતા છે. અપરએર સાયક્લોનિક સરક્યુલેશનને કારણે રાજ્યમાં ઉનાળામાં પણ વરસાદી માહોલ છે. ગાંધીનગરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી વાતાવરણ છે. ગઈકાલે મહત્તમ તાપમાન 33.4 ડિગ્રીથી ઘટીને 28 ડિગ્રી થયું હતું. રાત્રિનું તાપમાન 21.8 ડિગ્રી નોંધાયું હતું. દિવસ અને રાતના તાપમાન વચ્ચે માત્ર 6.2 ડિગ્રીનો તફાવત રહ્યો હતો. છેલ્લા 24 કલાકમાં કલોલમાં 26 મિમી અને ગાંધીનગરમાં 4 મિમી વરસાદ નોંધાયો છે.