પાનસર SSCBની 100 ટકા સફળતા,
શ્રુતિ રામાયણે 93.50 ટકા સાથે મેળવ્યું પ્રથમ સ્થાન

કલોલ
ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ 10ના પરિણામમાં કલોલ કેન્દ્રે 84.94 ટકા સિદ્ધિ હાંસલ કરી છે. પાનસરની શ્રીમતી એસ.સી.બી. હાઇસ્કૂલે 100 ટકા પરિણામ મેળવ્યું છે. આ શાળામાં ભોજક તીર્થ તુષારકુમારે 600માંથી 547 માર્ક્સ (91.17 ટકા સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. પંચાલ પ્રશાંત મિતેશભાઈ 543 માર્ક્સ 90.50 ટકા સાથે બીજા અને વાઘેલા સીમાબેન સુનીલકુમાર 540 માર્ક્સ 90.00 ટકા સાથે ત્રીજા ક્રમે રહ્યા છે. કલોલની શેઠ કે જી.એમ. ગર્લ્સ હાઈસ્કૂલનું 89.08 ટકા પરિણામ નોંધાવ્યું છે. આ શાળામાં શ્રુતિ રામાયણે 600માંથી 561 માર્ક્સ 93.50 ટકા મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પરમાર દિશા દિપકકુમાર 544 માર્ક્સ 90.66 ટકા સાથે બીજા અને વાઘેલા ગુંજન વિક્રમભાઈ 533 માર્ક્સ 88.83 ટકા સાથે ત્રીજા ક્રમે રહ્યા છે. સમગ્ર કલોલ કેન્દ્રના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. શાળાના આચાર્યએ વિદ્યાર્થીઓની સફળતા અંગે સંતોષ વ્યક્ત કર્યો છે.