નાગરિક સુરક્ષા અને બચાવ કામગીરીનું પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન,
અધિકારીઓએ આપ્યું માર્ગદર્શન

કલોલ
કલોલ તાલુકાના છત્રાલ ગામે ડેનિસ લેબ ખાતે યુદ્ધ સમયની નાગરિક સુરક્ષા અંગે મહત્વપૂર્ણ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું. કલોલ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિમાં નાગરિક સુરક્ષાના પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. સુરક્ષા ટીમે હવાઈ હુમલા દરમિયાન નાગરિકોની સલામતી માટેની વ્યવસ્થાઓ સમજાવી. તેમણે ઘાયલ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની પદ્ધતિઓનું નિદર્શન કર્યું. નાગરિકોને એકબીજાની મદદ કરવા માટેની પ્રાથમિક તાલીમ પણ આપવામાં આવી. કલોલ ગ્રામ્ય મામલતદાર ઉત્તમ કારણે જણાવ્યું કે યુદ્ધ જેવી કટોકટીની સ્થિતિમાં દેશની આંતરિક સુરક્ષા માટે નાગરિકો અને કર્મચારીઓની ભૂમિકા મહત્વની બને છે. આ મોકડ્રિલથી લોકોને સાવચેત અને માર્ગદર્શિત કરવાનો હેતુ છે. કાર્યક્રમમાં કલોલના પ્રાંત અધિકારી, મામલતદાર ઉત્તમ કાનાની, તાલુકા PI યુ.એસ. પટેલ સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યા. તેમણે યુદ્ધ સમયની પરિસ્થિતિમાં નાગરિક સુરક્ષા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું.