સચિવાલયમાં ઉચ્ચકક્ષાની બેઠકમાં નિર્ણય

Spread the love

 

 

ડિસેમ્બર સુધીમાં પાણી- ડ્રેનેજની જવાબદારી મનપાએ સ્વીકારવી પડશે

મહાનગરપાલિકા શહેરમાં પાણી વિતરણ અને ડ્રેનેજની મહત્વની જવાબદારીમાંથી છટકી રહી છે

 

 

ગાંધીનગર

સ્થાપનાના દોઢ દાયકા જેટલો સમય થવા આવ્યો છતાં મહાનગરપાલિકા શહેરમાં પાણી વિતરણ અને ડ્રેનેજની મહત્વની જવાબદારીમાંથી છટકી રહી છે ત્યારે ડિસેમ્બર સુધીમાં મહાનગરપાલિકાએ પાણી વિતરણ અને ડ્રેનેજ લાઇનની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી લેવી પડશે અને સેક્ટરોમાં નવા જોડાણથી હાલથી જ તેની શરૂઆત કરવી પડશે. સચિવાલયમાં મળેલી ઉચ્ચ કક્ષાની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી અત્યારસુધી આ મહત્વની અને લોકો સાથે સીધી સંકળાયેલી કામગીરીથી દૂર રહેલી મહાનગરપાલિકાને હવે આ જવાબદારી સ્વીકારી લેવી પડશે. દરેક શહેરમાં પાણી અને ડ્રેનેજની જવાબદારી મહાનગરપાલિકાની હોય છે પરંતુ શરૂઆતના સમયથી જ સક્ષમ નહીં હોવાનું કારણ આગળ વધારીને મહાનગરપાલિકા દ્વારા કામગીરીથી અળગા રહેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. પરિણામે વર્ષ 2011માં સ્થાપના થઇ ત્યારથી અત્યારસુધી આ કામગીરી પાટનગર યોજના વિભાગ દ્વારા જ સંભાળવામાં આવી રહી છે. એટલે સુધી કે બે વર્ષ અગાઉ ડ્રેનેજની જવાબદારી મહાનગરપાલિકાને સોંપવા મુખ્યમંત્રી કક્ષાએથી નિર્ણય થયો હોવા છતાં મહાનગરપાલિકા કોઇને કોઇ કારણ આગળ ધરી આ જવાબદારીમાંથી છટકતી રહી હતી. પરંતુ હવે આ જવાબદારી સ્વીકારવી પડશે. પીવાના પાણીના વિતરણ અને ડ્રેનેજ લાઇનની કામગીરી માટે પાટનગર યોજના વિભાગ દ્વારા મહાપાલિકાના કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *