રાજ્યના મહેસુલ મંત્રીના તઘલખી નિર્ણયથી કોર્ટ સંકુલમાં ખુલ્લામાં સ્ટેમ્પનું વેચાણ કરતા સ્ટેમ્પ વેન્ડરોની રોજીરોટીથી ઈ-સ્ટેમ્પીંગ સિસ્ટમથી છીનવાઈ જશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સ્ટેમ્પ ડ્યુટીના દરમાં થયેલા વધારા બાદ હવે આગામી ઓક્ટોબર માસથી ઈ-સ્ટેમ્પીંગનો અમલ રાજ્ય સરકાર કરી રહી છે. ઈ-સ્ટેમ્પીંગ સિસ્ટમથી હાલમાં સ્ટેમ્પનું વેચાણ કરતાં વેન્ડરોની રોજીરોટી છીનવી લેવાનો કારસો રાજ્ય સરકારે કર્યો હોવાનો આક્ષેપ સ્ટેમ્પ વેન્ડરોએ કર્યો છે. સ્ટેમ્પ વેન્ડરો કોર્ટ સંકુલમાં ખુલ્લામાં ટેબલ ખુરશી રાખીને ગ્રાહકોને બે મિનિટમાં જ જરૂરી સ્ટેમ્પ આપી દેતા હતાં જે ઈ સ્ટેમ્પીંગ સિસ્ટમથી એક સ્ટેમ્પ લેવા માટે ગ્રાહકોને અડધો કલાક જેટલો સમય લાગશે ઉપરાંત ઈ-સ્ટેમ્પીંગ સિસ્ટમ માટે કોમ્પ્યુટર, પ્રિન્ટર અને ઓફિસ સહિતની જરૂરીયાત રહેતી હોવાથી સ્ટેમ્પ વેન્ડરોની ઉપર આર્થિક બોજા વધારનાર છે. ઈ-સ્ટેમ્પિંગ બહોળો વધારવાની યોજનાનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને આપીને સ્ટેમ્પ વેન્ડરોને હાલમાં મળતું કમિશન પણ કંપનીને આપવાના રાજ્ય સરકારના નિર્ણયને લીધે સ્ટેમ્પ વેન્ડરોની રોજી રોટીને મોટા પ્રમાણમાં અસરકર્તા રહેશે જેથી તએઓની રોજીરોટી છીનવાઈ જશે તેવી ભીતી દર્શાવીને ઈ-સ્ટેમ્પિંગ સિસ્ટમ દ્વારા રાજ્ય સરકાર રોજી રોટી છીનવી લેશે તેવો આક્ષેપ કરીને આજ રોજ કલેક્ટરને સ્ટેમ્પ વેન્ડર એસોસિએશને આવેદન પાઠવ્યું છે. સાથે સાથે સ્ટેમ્પ વેન્ડરોના પુત્ર પુત્રીઓ કે જેઓ સરકારી તેમજ અન્ય નોકરી નહીં મેળવી શકેલ હોઈ પોતાના વડીલ સાથે બેસી ટાઈપીંગ, લખાણ જેવું કાર્ય કરીને કૌટુંબિક જવાબદારી નિભાવતા હતાં તે પણ બેકાર થશે.