તમામ રક્તદાન કરનારા દાતાઓની ભીડ ઉમટી
પૂર્વ મેયર હિતેશ મકવાણા એક બોટલ બ્લડ ડોનેટ કર્યા બાદ બીજી બોટલ આપવા વિનંતી કરતા હતા,
પણ ડોક્ટરે ના પાડી, બીજી બોટલ માટે જીદે ચડયા,
રેકોર્ડ બ્રેક રક્તદાન કરવામાં આવ્યું
ગાંધીનગર ખાતે સેક્ટર-૨ સ્વામિનારાયણ મંદિર ખાતે રક્ત સંજીવની યજ્ઞમાં રક્તદાન કરવા મોટી સંખ્યામાં લોકો પધાર્યા હતા, આજે રેકોર્ડ બ્રેક રક્તદાન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે મૈયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, ભાજપ શહેર પ્રમુખ આશિષ દવે, તથા સમય કાઢીને લોકોને બિરદાવવા ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે તેમની આંખોમાં સ્પષ્ટપણે ઉજાગરા દેખાતા હતા, ત્યારે તમામ રક્તદાન કરનારા દાતા અને દેશ માટે જે ભીડ ઉમટી હતી તેને બિરદાવી હતી, ત્યારે ગૃહ મંત્રીના આંખમાં સ્પષ્ટપણે ઉજાગરા દેખાઈ રહ્યા હતા, બાકી ૨૨ કલાક સાત દિવસથી કામ કરી રહ્યા છે, આજે તેમની જે એક્શન છે તે મગજમાં થોડા અને જગ્યાએ દોડી રહ્યા છે, બાકી ગૃહ મંત્રીને જોવા અને મળવા મોટી સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ કરવા પણ દોડી આવ્યા હતા,