બીબીએની લાયકાત હોવા છતાં નોકરી નહી મળતા પરિવારજનો યુવાન ઉપર દબાણ કરતા કંટાળેલા યુવાને સુસાઇડ નોટ લખીને સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દવા લેવા ગયો હતો. ઇમરજન્સી વિભાગમાં ફરજ બજાવતા નિષ્ણાંત તબિબે શાંતિથી પોતાની પાસે બેસાડીને તેનું કાઉન્સિલીંગ કરીને યોગ્ય માર્ગદર્શન આપતા યુવાનનો સ્ટ્રેસ દુર થઇ જતા ઘરે જતો રહ્યો હતો. વધુમાં રવિવારના દિવસે વિશ્વ માતૃ દિવસ હોવાથી આજે મધર ડે હોવાથી તારી માતાને મળીને વાત કરવા સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબિબે જણાવ્યું હતું.
સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતી સારવારને પગલે દર્દીઓનો ધસારો પણ વધી રહ્યો છે. ત્યારે માનસિક તણાવ કે ટ્રેસના કારણે યોગ્ય માર્ગદર્શન માટે પણ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે. ત્યારે રવિવારે સિવિલ હોસ્પિટલમાં આવેલા નિષ્ણાંત તબિબ કામ નહી હોવાથી ઇમરજન્સી વિભાગમાં બેઠા હતા. ત્યારે સુસાઇડ નોટ લખીને એક યુવાન આવ્યો હોવાની જાણ થઇ હતી. આથી તબિબે યુવાનને તેની પાસે બોલાવીને બેસાડ્યો અને સુસાઇડ નોટ કેમ લખી તેની શાંતિથી વિશ્વાસમાં લઇને પુછપરછ કરી હતી. તેમાં યુવાને ચોંકવનારી વાત કરતા સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબિબ પણ ચોંકી ઉઠ્યા હતા. તેમાં યુવાન નગરની એક નામાંકિત શૈક્ષણિક સંકુલમાંથી બીબીએની લાયકાત મેળવેલી છે. તેમ છતાં તેને જોબ નહી મળતા પરિવારના સભ્યો નોકરી નહી મળતા તેની ઉપર દબાણ કરતા હતા. આથી યુવાન નોકરીને લઇને કંટાળી ગયો હોવાથી તેને સુસાઇડ નોટ લખીને સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દવા લેવા ગયો હતો. જોકે તબિબે યુવાનને એમબીએ કરવા જણાવ્યું તો પરિવારના સભ્યો નોકરી કરવાનું જ દબાણ કરે છે. હોસ્પિટલના નિષ્ણાંત તબિબે સતત બે કલાક સુધી યુવાનનું કાઉન્સિલીંગ કરીને સમજાવતા તેનો સ્ટ્રેસ દુર થતાં ઘરે ગયો હતો.