- રાજ્ય સરકારના સચિવોના અતિથીના ભોજન ખર્ચમાં 150 ટકાનો વધારો!
- અધિકારીઓ પાસે આવતા અરજદારોના ચા-નાસ્તાનો ખર્ચ વધ્યો
- નાસ્તા અને ભોજનના ખર્ચમાં 150 ટકાનો વધારો થયો
- સચિવ કક્ષાના અધિકારીઓના નાસ્તા માટે પણ ખર્ચ વધારો અમલી
- વ્યક્તિગત 20 રૂપિયાની જગ્યાએ 50 રૂપિયાનો વધારો અમલી
રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓ પાસે આવતા અરજદારો અતિથિઓના નાસ્તા અને ભોજનના ખર્ચમાં 150 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.
સરકારના સચિવ કક્ષાના અધિકારીઓની નાસ્તા માટે વ્યક્તિગત રૂપિયા 20 ની જગ્યાએ રૂ. 50 કરાયો છે. બપોરનું કે રાતનુ ભોજન વ્યક્તિગત રૂપિયા 100 ની જગ્યાએ રૂપિયા 250 કરાયા છે. વાર્ષિક રૂપિયા 10,000 ની જગ્યાએ રૂ. 25000 કરાયા છે.
આતિથ્ય ખર્ચમાં પણ 150 ટકા નો વધારો
સચિવ કક્ષાના અધિકારીઓ દ્વારા આતિથ્ય ખર્ચમાં પણ 150 ટકાનો વધારો થયો હતો. નાયબ સચિવ કક્ષાના અધિકારીઓ માટે નાસ્તા માટે વ્યક્તિગત રૂ. 15 ની જગ્યાએ રૂ. 35 કરાયા છે. નાયબ સચિવ કક્ષાના અધિકારીને ભોજન માટે ખર્ચની સત્તા નહી. તેમજ એડિશનલ કમિશ્નર કક્ષાના અધિકારીઓ માટે આતિથ્ય વાર્ષિક ખર્ચ રૂ. 5000 માંથી વધારીને 12500 કરાઈ હતી.
કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ની કક્ષાએ ખર્ચની મર્યાદા વધારી
કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની કક્ષાએ રૂ. 15 થી 35 વ્યક્તિગત નાસ્તા માટેનો ખર્ચની મર્યાદા વધારી હતી. કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીમાં બપોરનું કે રાત્રી ભોજન વ્યક્તિગત 75 ની જગ્યાએ વધારીને રૂપિયા 180 કરાયા હતા. જિલ્લાના વડા કે ખાતાના વડા માટે નાસ્તાની મર્યાદા રૂપિયા 10 થી વધારી રૂપિયા 25 કરાઈ છે. મહેમાનગતિ ખર્ચની મર્યાદા રૂા. 3000 થી વધારીને 7500 કરાઈ છે.
ઃ