
માણસા
માણસાના વિજય ટાવર રોડ પર પાસેથી ચોરીના બાઇક સાથે આરોપીને પોલીસે પકડી લીધો હતો. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી બાઇક ચોરી કરી હોવાનું સામે આવ્યુ હતુ. માણસા પોલીસે ઝડપાયેલ ચોર પાસેથી બાઈક કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ માણસા પોલીસ સ્ટેશનના પી.આઇ ચુડાસમાની સુચના મુજબ સર્વેલન્સ સ્ટાફ માણસા શહેરમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ અને મહેન્દ્રસિંહને બાતમી મળી હતી કે, શહેરમાં આવેલા જકાતનાકા ચાર રસ્તાથી વિજય ટાવર જવાના રોડ પર એક ઇસન ચોરીના બાઈક સાથે ઉભો છે. જે બાતમી આધારે પોલીસે આ સ્થળ પર જઈ ચોરીના બાઈક સાથે ઉભા રહેલા યુવકને ઝડપી પૂછપરછ કરતા વિરેન્દ્રસિંહ ઉર્ફે વરૂણ ઉર્ફે ભૂરો નરેન્દ્રસિંહ મંગલસિંહ ચુડાસમા (રહે,જામળા ગામ તાલુકો કલોલ હાલ રહે,મોટેરા ગામ અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું અને પોલીસે વધુ કડકાઇથી પૂછપરછ કરતા તેણે કબૂલ્યુ હતું કે, આ બાઈકની બે-ત્રણ દિવસ અગાઉ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પાસે રોડ નજીકથી રાત્રિના સમયે ચોરી કરી હતી. જેથી પોલીસે ઝડપાયેલ ઈસમ પાસેથી 35 હજાર રૂપિયાની કિંમતનું ચોરીનું બાઈક કબજે કરી ચાંદખેડા પોલીસને આ બાબતે જાણ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની પૂછપરછમાં વધુ ચોરીના ભેેદ ઉકેલાવાની શક્યતા છે.