
અમદાવાદ
દહેગામ પોલીસે તાલુકાના લવાડ ગામેથી અમદાવાદના ઓઢવ વિસ્તારમાં બળાત્કાર અપહરણ અને પોક્સોના ગુના નો નાસતો ફરતો આરોપી તેના ઘરે આવ્યો હોવાની બાતમીના આધારે ઝડપી લઇ ઓઢવ પોલીસને સોંપ્યો છે. દહેગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી પરિણામલક્ષી કામગીરી કરવા અંગેની જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી તેમજ દહેગામ વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક આયુષ જૈનની સુચના અન્વયે દહેગામના પીઆઈ વી.બી. દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.એફ. ઝાલા,સોહિલસિંહ, ઘનશ્યામસિં હ,મોહનભાઈ, કેતનકુમાર, સચિનકુમાર, અનિલભાઈ સહિત સર્વેલન્સ સ્કવોર્ડની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન સ્ટાફના સોહિલસિંહને બાતમી મળી હતી કે અમદાવાદ શહેરના ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ, બળાત્કાર અને પોકસોના ગુનાનો નાસતો ફરતો આરોપી લક્ષ્મણસિંહ દોલતસિંહ ચૌહાણ (રહે-વચલોવાસ, લવાડ ગામ,તાલુકો દહેગામ) પોતાના ઘરે હાજર છે. જે બાતમી હકીકત આધારે પોલીસે લવાડ ગામ ખાતે પહોંચી જઈ આરોપી લક્ષ્મણસિંહ ચૌહાણને ઝડપી ઓઢવ પોલીસને સોંપતા પોલીસે આરોપીનો કબજો મેળવીને વધુ તપાસ શરૂ કરી છે.