
હૃદય સંબંધી બીમારીઓનું પ્રમાણ વિશ્વમાં વધતું જાય છે ત્યારે બોલિવિયા દેશના ઇન્ડિજિન્ચસ સિમેન લોકોમાં ધમની અને હૃદયરોગની બીમારી વિશ્વમાં સૌથી ઓછી જોવા મળે છે. એ રીતે જોઇએ તો તેઓ સૌથી વધુ મજબૂત હૃદય ધરાવે છે. આ તાસ્માને લોકોમાં હૃદય રોગનું પ્રમાણ અમેરિકાના નાગરિકો કરતા પાંચ ગણું ઓછું છે. તાસ્માને લોકોની લાઇફ સ્ટાઇલ એવી રીતે ગોઠવાયેલી છે જેમાં પુરુષો સરેરાશ ૭ થી ૮ કલાક જયારે મહિલાઓ સરેરાશ ૫ થી ૬ કલાક નિયમિત શ્રમ કરે છે. એક માહિતી મુજબ નોકરી કે વ્યવસાય કરતા સરેરાશ માણસ કરતા ૫૪ ટકા વધારે સક્રિય રહે છે. તેઓ પોતાની દિનચર્યામાં માત્ર ૧૦ ટકા જેટલો જ સમય જ વેડફે છે.તેઓ ફટિંગ, ગેધરિંગ, ફિશિંગ અને ફાર્મિંગમાં સતત વ્યસત રહે છે. આ ઉપરાત તેઓ ખૂબજ ઓછા ફેટવાળો, નોન પ્રેસેસ ફાઇબર ખોરાક, કાર્બો હાઇડ્ટસ અને થોડાક પ્રમાણમાં માછલી લે છે.
તાસ્માને લોકો કોઇ પણ પ્રકારના વ્યસન કે ઘુમપાન ધરાવતા નથી. તેઓ શારીરિક રીતે સતત એક્ટિવ રહેતા હોવાથી હૃદય અને ધમનીને સતત કસરત મળતી રહે છે.૨૦૧૭માં આ અંગેનું સંશોધન યુનિર્વસિટી ઓર ન્યૂ મેકિસકોના પ્રોફેસર હિલાર્ડ કપ્લાને કર્યુ ત્યારે ચોકાવનારી માહિતી મળી હતી. સંશોધન મુજબ સિમેન લોકોનો ૭૨ ટકા ખોરાક કાર્બોહાઇડ્રેટસ તથા રેસાઓથી ભરપૂર હોય છે. તેઓ ખોરાકમાં રાઇસ, કોર્ન, મગફળી અને ફ્રુટસ લે છે. આ લોકોના ડાયેટમાં ફેટનું પ્રમાણ માત્ર ૧૪ ટકા જેટલું હોય છે. તે પ્રાણીઓને માંસમાંથી જરૂરી એવું ૧૪ ટકા જેટલું પ્રોટિન મેળવી લે છે. તેમના શરીરમાં દરરોજ માત્ર 30 ગ્રામ ફેટ ખોરાકમાંથી આવે છે જે તેમની લાઇફ સ્ટાઇલના કારણે પચી જાય છે. સંશોધકોએ ૨૦૧૪-૨૦૧૫માં આ સ્ટડી માટે આ ઇન્ડીજિનિયસ પ્રજાના ૮૫ કરતા પણ વધુ ગામોની મુલાકાત લીધી હતી. નવાઇની વાત તો એ છે કે ૭૫ વર્ષની ઉંમર ધરાવતાને પણ હૃદય રોગનું જોખમ ૨૫ ટકા કરતા વધારે ન હતું.