

આગામી ચોમાસાની ઋતુમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો બેકાબુ બને નહી તેના માટે ટીડીઓ અને નગરપાલિકાના ચીફ ઓફિસરોને તકેદારી રાખવા જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ કર્યો છે. તેમાં પાણીની મેઇન ટાંકીઓને નિયમિત સફાઇ કરાવવાની સાથે સાથે તેમાં ક્લોરીનેશન સઘન થાય તેવી કામગીરી કરવાની રહેશે. પાણીની પાઇપ લાઇનમાં લિકેજ તેમજ ભરાયેલા પાણીનો નિકાલ સહિતના બાબતોની તકેદારી રાખવા જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ કર્યો છે.
ચોમાસામાં પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો બેકાબુ બનાવની શક્યતા રહેલી હોય છે. ત્યારે આવી સ્થિતિ જિલ્લાના ચારેય તાલુકાના 288 ગામોમાં ઉભી થાય નહી તે માટે જિલ્લા વિકાસ અધિકારી બી.જે.પટેલે ચારેય તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ કલોલ, દહેગામ અને માણસા નગરપાલિકાના ચીફ ઓફિસરોને આદેશ કર્યો છે. તમારા વિસ્તારમાં પાણીજન્ય અને વાહનજન્ય રોગચાળો વકરે નહી તે દિશામાં સચોટ કામગીરી કરાવવાની સાથે સાથે તેનો રિપોર્ટ પણ મોકલવાનો રહેશે. પાણીજન્ય રોગાચાળો અટકાવવા નિયમિત પાણીના સેમ્પલ લઇને ટેસ્ટીંગ કરાવવાનું રહેશે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થાય નહી તેમાં મચ્છરના લારવા ઉત્પન્ન થાય નહી તે માટે દવાનો છંટકાવ કરાવવા સહિતની તકેદારી રાખવાની રહેશે. બરફ બનાવતી ફેક્ટરીઓમાં બરફ બનાવવા માટે વપરાતા પાણી ક્લોરીનેશન યુક્ત છે કે નહી તેની તપાસ કરવાની રહેશે. બરફ બનાવવા માટે ક્લોરીનેશન પાણીનો ઉપયોગ થાય તેવી કામગીરી કરવાની રહેશે. પીવાના પાણીમાં નિયમિત રીતે ક્લોરીનેશનની નિયત કરેલી માત્રા જળવાય તે માટે રેકર્ડની નિભાવણી કરવાની રહેશે.
વધુમાં હોટલ, રેસ્ટોરન્ટ, ચા-નાસ્તાની લારીઓ, પીવાની પાણીની પરબો, પાર્લરની જગ્યાએ ક્લોરીનેશન વાળું પાણીનો વપરાશ થાય તે દિશામાં કામગીરી કરાવાની રહેશે. જો પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળાના મામલે તકેદારી રાખવામાં નહી આવે અને રોગચાળો ફેલાય તો તેના માટે સબંધિત અધિકારીની જવાબદારી રહેશે તેવો આદેશમાં ઉલ્લેખ કરાયો છે.આગામી ચોમાસાની ઋતુમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો બેકાબુ બને નહી તેના માટે ટીડીઓ અને નગરપાલિકાના ચીફ ઓફિસરોને તકેદારી રાખવા જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ કર્યો છે. પાણીની ટાંકીઓ, ક્લોરિનેશન સહિતની કામગીરી કરવા માટે ડીડીઓએ આદેશ કર્યો છે.