ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ gj 18 નો ત્યારથી અત્યાર સુધીનો જે વિકાસ થયો છે તે આ બે ભાથીને આભારી છે કેન્દ્ર દ્વારા કરોડો નહીં અબજો રૂપિયાની ગ્રાન્ટ gj 18 ના વિકાસ માટે પીએમ અને કેન્દ્રીય ગૃહમંત્રી આપી રહ્યા છે gj 18 જોવા જઈએ તો 21 વર્ષ પહેલા અને અત્યારનું જોવામાં આવે તો ખ્યાલ આવશે જગ્યા નથી, છેવાડાનો માનવી પણ વાહન અને પાકા મકાનમાં રહે છે ત્યારે આજે જીજે 18 મનપાના 554 કરોડના અને ગુડાના 108 કરોડના તથા જિલ્લા વહીવટી તંત્રના 46 કરોડના કુલ 708 કરોડના વિકાસ કાર્યોના ઉદઘાટનથી લઈને ખાદ મુહૂર્ત આજરોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું, ત્રણ દિવસથી તડામાર માં તૈયારીઓ ચાલી રહી હતી,
વધુમાં પીએમ તથા કેન્દ્રીય ગૃહ મંત્રીએ સિવિલ ખાતે દર્દીઓના સગાને ભોજનની જે વ્યવસ્થા કરી છે તે સરાહનીય છે ,ઘણીવાર પુત્રવધુ અને ધર્મપત્ની પોતે પણ સેવા કરવા આવે છે માણસા વાલે તુને કર દિયા કમાલ જેવું છે બાકી વર્ષો પહેલા કહેવાતું હતું કે સો રૂપિયાની નોટ દિલ્હીથી નીકળે અને 20 રૂપિયા જે તે રાજ્યમાં પહોંચતા થઈ જાય, ત્યારે હવે બધા જ ભ્રષ્ટાચારના લીકેજ બંધ કરી દીધા છે અને દિલ્હીથી નીકળેલી સો રૂપિયાની નોટ મુખ્યમંત્રી પાસે આવે અને સીએમ પણ પૂરેપૂરા નાણાં મનપાને આપે છે ત્યારે ટંન ટનાટન ટન જે વિકાસ દેખાઈ રહ્યો છે તે સૌ કોઈ જોઈ રહ્યા છે ત્યારે પેથાપુર ખાતે દવાખાનું અંગ્રેજી શાળા બગીચો કોલવડા ખાતે તળાવ રમણીય બનાવ્યું. વાવોલ ખાતે દવાખાના થી લઈને ધમધોકાર વિકાસના કામો જે પૂર્ણ થઈ ગયા છે તેની લીલી ઝંડી આપી હતી, ત્યારે સેક્ટર 21 થી 22 તરફ જતા અંડર પાસનું ઉદ્ઘાટન પણ આજરોજ કરવામાં આવેલ જે જોઈ શકાય છે, ત્યારે વિકાસશીલ પુરુષની વિકાસયાત્રામાં આજે ટેમ્પો નગરજનોનો અને ગ્રામજનોનો શહેરમાં મેળો જામ્યો હતો, આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પોતે જીજે 18 ના નગરજનોને હાથ ઊંચા કરીને આભાર માન્યો હતો, વધુમાં આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર, ભાજપ શહેર પ્રમુખ આશિષ દવે, ડેપ્યુટી મેયર નટુજી ઠાકોર, પક્ષના નેતા અનિલ સિંહ વાઘેલા, તથા મહાનગરપાલિકાના ચેરમેન ગૌરાંગ વ્યાસ અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે જીજે 18 ના વિકાસ માટે જે મહત્તમ ફાળો આપ્યો છે તે આપણા કાકા જે લોકો હુલામણા નામથી કહે છે તે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા પેથાપુર અને કોલવડા ની સિકલ બદલી નાખી, હજુ વિકાસનું ટેલર છે બાકી પિક્ચર હજી બાકી છે, બાકી તમામ સ્ટેજ ઉપર દાદા, કાકા, ભત્રીજા, અને ફોઇ જોઈ શકાય છે
